Chhotaudepur : કવાંટ તાલુકાની શાન કહેવાતી રેફરલ હોસ્પિટલ ખુદ વેન્ટિલેટર પર, દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ

કવાંટ રેફરલ હોસ્પિટલ કે જ્યાં ડુંગર અને જંગલ વિસ્તાર માથી પોતાની સારવાર માટે આવતા દર્દીઑને સારવાર તો નથી મળતી પણ નિરાશા ચોક્કસ મળે છે.

Chhotaudepur : કવાંટ તાલુકાની શાન કહેવાતી રેફરલ હોસ્પિટલ ખુદ વેન્ટિલેટર પર, દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 02, 2021 | 4:51 PM

Chhotaudepur : કોરનાના કહેરે હવે દરેક લોકોને હચમચાવી દીધા છે. લોકો પોતાનો જીવ બચાવવા દવાખાના તરફ દોડી રહ્યા છે. રાજયની દરેક હોસ્પિટલ કોરોનાના દર્દીઓથી ઉભરાઇ રહી છે ત્યારે, છોટાઉદેપુર જિલ્લાના કવાંટની રેફરલ હોસ્પિટલ મેડિકલ સુવિધાના અભાવે ઉજજડ ભાસી રહી છે. અંતરિયાળ વિસ્તારમાંથી અહી જે કોઈ પોતાની સારવાર માટે આવે છે તેને બસ રિફર જ કરીએ દેવામાં આવે છે.

કવાંટ તાલુકા માટે એક સમયે દર્દીઑ માટે આશીર્વાદ સમાન ગણાતી રેફરલ હોસ્પિટલ આજે ભેકાર ભાષી રહી છે. હાલ કોરોનાની કટોકટીના સમયે દર્દીની સારવાર માટે હોસ્પિટલની જરૂરિયાત છે પણ હોસ્પિટલમાં આવતા દર્દીઑને બસ નિરાશા જ મળે છે. કવાંટની હોસ્પિટલમાં બેડ છે ઓકસીજન પણ છે. પણ આઇસોલેશન વોર્ડ નથી. આઈ.સી.યુ ની વ્યવસ્થા નથી. ડોકટરની પૂરતી વ્યવસ્થા નથી. જેને કારણે હોસ્પિટલ પર આવતા દર્દીને રિફર જ કરી દેવામાં આવે છે

કવાંટ તાલુકાની શાન કહેવાતી રેફરલ હોસ્પિટલ હવે બિસ્માર જોવાઈ રહી છે. હોસ્પિટલને જાણે કોરોના થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. લોકો અહી આવવા તૈયાર નથી. કારણ અહી આવ્યા પછી પણ તેમણે છોટાઉદેપુર કે પછી બોડેલી જવા માટે નું સૂચન કરવામાં આવે છે. આ હોસ્પિટલ વિષે જાણકારી મેળવવા જ્યારે અમારી ટીમ કવાંટની રેફરલ હોસ્પિટલ પર પહોચી ત્યારેજ એક વ્યક્તિતીને રિફર કરવામાં આવી રહ્યો હતો. કોરોનાના દર્દીને 108માં લઈ જવાઈ રહ્યો હતો. ત્યારેજ 108ના સ્ટેચરમાંથી દર્દી ફંગોળાઇ ગયો હતો. રસ્તામાં બનેલ ગ્રીપમાં 108ના સ્ટેચરેનું વિલ પડતાં બેલેન્સ ગુમાવ્યું અને દર્દી ધડામ દઈને નીચે પટકયો. બાલ બાલ બચેલા દર્દીને સદનશીબે કોઈ જાન હાની થઈ ના હતી.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

કવાંટ રેફરલ હોસ્પિટલ કે જ્યાં ડુંગર અને જંગલ વિસ્તાર માથી પોતાની સારવાર માટે આવતા દર્દીઓને સારવાર તો નથી મળતી પણ નિરાશા ચોક્કસ મળે છે. કેટલાક તો એવા દર્દીઓ આવે છે કે જેવો ડુંગરની તળેટીમાથી જોલા કે ખાટલામાં લાવવામાં આવે છે. હોસ્પિટલ સુધી આવવા માટે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે . પણ જ્યારે તે એક આશ સાથે હોસ્પિટલ પહોચે છે ત્યારે તેમણે ડોકટર નથી મળતો અને જો ડોક્ટર મળે તો તેમણે હોસ્પિટલમાં સારવાર નથી મળતી. છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારમાથી પણ કેટલાક દર્દીઑ આવે છે તેમની હાલત તો અતિ કફોડી બની જાય છે.

જે લોકોએ નેતાઓને ખોબલે ને ખોબલે વોટ આપ્યા તે નેતાઑ આજે ક્યાં છે? જે લોકોએ નેતાઑની રેલીઑ માં ભાગ લઈ તેમણે જીતડી અને સિંહાસન પર બેસાડયા, એ નેતાઑ આજે કેમ ચૂપ છે અને કપરા કાળમાં સાથ નથી આપી રહ્યા. લોકો સવાલ કરી રહ્યા છે. પણ જાણે લોકોને પડી રહેલ મુશ્કેલીઓ અને થઈ રહેલા મોતની જાણે રાજકીય નેતાઓને કાઇજ પડી ન હોય તેમ લાગી રહ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">