Chhota Udepur: નસવાડીના 60 ગ્રામ પંચયાતના VCEઓનો પડતર માગણીઓને લઇ અનોખો વિરોધ, લારી પર કોમ્પ્યુટર મુકી બજારમાં રેલી કાઢી

પડતર માંગણીઓને લઇને રજૂઆત કરવા નસવાડીના (Naswadi) VCEઓ લારીમાં કોમ્પ્યુટર મુકી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.

Chhota Udepur: નસવાડીના 60 ગ્રામ પંચયાતના VCEઓનો પડતર માગણીઓને લઇ અનોખો વિરોધ, લારી પર કોમ્પ્યુટર મુકી બજારમાં રેલી કાઢી
VCE Strike
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2022 | 6:29 PM

છોટાઉદેપુરના (Chhota Udepur) નસવાડીમાં (Nasvadi) 60 ગ્રામ પંચાયતના VCEઓએ અનોખી રીતે વિરોધ (Protest) પ્રદર્શન કર્યુ હતું. પડતર માંગણીઓને લઇને રજૂઆત કરવા નસવાડીના VCEઓ લારીમાં કોમ્પ્યુટર મુકી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. કમિશન પ્રથા દૂર કરવી, પગારધોરણમાં સુધારો જેવી માંગણીઓને લઇને 5 મેથી નસવાડીના VCEઓ હડતાળ પર ઉતર્યા છે. જેથી અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના 60 ગ્રામ પંચાયતના VCEઓએ પોતાની પડતર માગણીઓને લઇને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. 60 ગ્રામ પંચયાતના VCEઓએ તેમનો રોષ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે તંત્ર તેમની માંગણીઓનું નિરાકરણ નહીં લાવે તો આવનારા સમયમાં લારી ચલવાનો વારો આવશે.

ગુજરાતના 11 હજારથી વધુ વિલેજ કમ્પ્યૂટર ઓપરેટરની આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. VCE ઓપરેટર્સની 16 વર્ષ જૂની માગણી સંતોષાતી નથી. રાજ્ય સરકાર નજીવું કમિશન ચુકવે છે. તે પણ અનિયમિત આપે છે. આ કર્મચારીઓ નિયત પગાર ધોરણ પર લેવાની, નોકરીમાં કાયમી કરવાની અને અન્ય સરકારી લાભ આપવાની માગણી કરી રહ્યાં છે. બીજી તરફ હડતાળને પગલે ગામડામાં ખેડૂતોની વહીવટી કામગીરી ન ખોરવાય તે માટે ઈ-ગ્રામ સેન્ટરનો હવાલો હવે તલાટીઓને સોંપવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રાજ્યની ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા VCE કર્મચારીઓ પડતર માંગણીઓને લઇને ઘણા સમયથી સરકારમાં રજૂઆત કરી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા VCE કર્મચારીઓની માંગ સંદર્ભે હજી સુધી કોઈ નિરાકરણ લાવવામાં નથી આવ્યું. આ અંગે તેમના દ્વારા અનેક વાર ગાંધીનગર સહિત અનેક સ્થળોએ ધરણા પ્રદર્શન કર્યા હતા.

જેમાં મળતી માહિતી મુજબ રાજ્યની તમામ ગ્રામ પંચાયતમાં VCE કર્મચારીઓ કામ કરે છે. જેઓ રાજ્ય સરકારની તમામ યોજનાની કામગીરી કરતા હોય છે. તેમજ આ VCE કર્મચારીઓની માગ છે કે, તેમના કામ પર તેમને કમિશન મળે સાથે જ તેઓ જેટલું કામ કરે છે તેટલો તેમને પગાર મળે. કર્મચારીઓની માગ છે કે તેમને રેગ્યુલર કર્મચારીની જેમ જ પગાર આપવામાં આવે. તેમજ તેમને કાયમી કરીને દરેક પ્રકારના સરકારી લાભ આપવામાં આવે. મહત્વપૂર્ણ છે કે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો 2006થી પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા હતા. જો કે આજદીન સુધી સરકારે તેમની રજૂઆતોને ધ્યાને ન લીધી હોવાના આરોપ છે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">