Chhota Udepur: પ્રેમ લગ્ન કરનાર યુવકની માતાને મરાયો ઢોર માર, અત્યાચાર ગુજારવા માનવતાની તમામ હદ વટાવી

Chhota udepur : યુવકની માતાએ તેઓ ક્યાં જતાં રહ્યા છે, તેની ખબર નથી તેમ જણાવતા યુવતીના પિતા અને તેની સાથે આવેલા 11 વ્યક્તિ ગુસ્સે ભરાયા હતા. ગુસ્સે ભરાયેલા લોકો મહિલાને ઢોર માર મારવા લાગ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2021 | 12:04 AM

Chhota Udepur: છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તાલિબાની સજા આપતા કિસ્સા વારંવાર સામે આવતા હોય છે. અહીંના લોકો કાયદાને હાથમાં લઈ રહ્યા છે. પોલીસ અને કાયદાને તો જાણે આ વિસ્તારના આદીવાસીઓને કોઈ ડર જ નથી રહ્યો તેવા અહેવાલો સામે આવી રહ્યા છે.

 

ફરી મહિલાને તાલિબાની સજા આપતો એક કિસ્સો સામે આવ્યો છે કે જેમાં ભોગ બનનાર મહિલાના દીકરાએ પાલસંડા ગામની યુવતી સાથે તેના પરિવાર વિરુદ્ધ જઈ પ્રેમ લગ્ન કર્યા હતા. જેનો ખાર રાખીને મહિલાને બેફામ માર માર્યો હતો.

 

 

ઘરેથી લગ્ન કરીને ભાગી ગયેલી યુવતીના પિતા રાજુ ભાઈ રાઠવા અને તેની સાથે 11 વ્યક્તિઓ યુવતીની શોધખોળ કરવા યુવકના ઘરે આવ્યા હતા પણ પોતાની દીકરી અને યુવક ન મળતા, યુવકની માતાને યુવતીના પિતાએ તેની દીકરી કયા છે તે બાબતે પૂછપરછ કરી હતી.

 

યુવકની માતાએ તેઓ ક્યાં જતાં રહ્યા છે, તેની ખબર નથી તેમ જણાવતા યુવતીના પિતા અને તેની સાથે આવેલા 11 વ્યક્તિ ગુસ્સે ભરાયા હતા. ગુસ્સે ભરાયેલા લોકો મહિલાને ઢોર માર મારવા લાગ્યા હતા. મહિલા ચીસા ચીસ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા પણ હેવાનિયતની હદ વટાવી ચૂકેલા આ લોકો સતત ઢોર માર મારી રહ્યા હતા.

 

અસહ્ય માર મારવાના લીધે મહિલા અધમૂઈ થઈ ગઈ હતી. મહિલાએ આક્ષેપ પણ કર્યો હતો કે તેને પેશાબ પીવડાવવામાં આવ્યો હતો અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધ કાર્ય પણ આચરવામાં આવ્યું હતું. જ્યારે પકડાયેલા આરોપીઓએ માર માર્યો છે તે વાતને સ્વીકારી હતી, પરંતુ મહિલાના અન્ય આક્ષેપોને સ્વીકાર્યા ન હતા.

 

મહિલાએ જ્યારે પોતાની આપવીતી જણાવી કે પોતાને બેફામ માર મરવામાં આવતો હતો, તે દરમ્યાન તેને પેશાબ પણ પીવડાવવામાં આવ્યો હતો અને માનવતાની તમામ હદ વટી જાય તેવો છેલ્લી ક્ક્ષાનો તેની સાથે વ્યવહાર કરવામાં આવ્યો છે. આ તમામ વિગતો જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

 

આદિવાસી વિસ્તારોમાં મહિલાઓ સાથેના આવા કિસ્સાઓ અવાર નવાર બનતા હોય છે. લોકોની માંગણી છે કે આવા લોકોને જો બરોબર કાયદાનું ભાન કરાવામાં આવે તો ભવિષ્યમાં આવી ઘટનાઓ ઘટે નહીં અને આવા તત્વોને બરાબરનો સબક મળે.

 

આ પણ વાંચો : Porbandar: જર્જરિત હજુર કોર્ટને મ્યુઝિયમ બનાવવાની માંગ, પ્રવાસનને મળશે વેગ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">