Chhota udepur: આ ગરનાળું નાગરિકો માટે સમસ્યા છે કે સમાધાન? ત્રણ વર્ષથી ચાલતી આવેલી સમસ્યાનો ઉકેલ ક્ચારે ?

મુખ્યમાર્ગથી ખેરવા ગામ એક કિલોમીટરના અંતરે આવેલુ છે. વરસાદ થતાં જ રેલવે ગરનાળામાં પાણી ભરાય છે અને 1100ની વસ્તી ધરાવતા લોકો માટે રસ્તો બંધ થઈ જાય છે. ખેરવા ગામના લોકોનું કહેવુ છે કે ગરનાળામાં પાણી ભરાતા તે અન્ય ગામો સાથે સંપર્ક કરી શકતા નથી.

Chhota udepur:  આ ગરનાળું નાગરિકો માટે સમસ્યા છે કે સમાધાન? ત્રણ વર્ષથી ચાલતી આવેલી સમસ્યાનો ઉકેલ ક્ચારે ?
સંખેડાનું આ ગરનાળું નાગરિકો માટે બન્યું છે સમસ્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2022 | 7:45 AM

છોટાઉદેપુર  (chhotaudepur)  અને વડોદરા વચ્ચેથી પસાર થતી રેલવે લાઈન પર બનાવવામાં આવેલા ગરનાળાને કારણે મુશ્કેલી ઓછી થવાના બદલે વધી છે. ગરનાળામાં પાણી  (Water logging) ભરાવાની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા છે. આ સમસ્યા સંખેડા તાલુકાના ખેરવા ગામના લોકો છેલ્લા ત્રણ વર્ષથી ભોગવી રહ્યા છે સ્થાનિકોને હતું કે ગરનાળુ બનશે એટલે તેમને એક ગામથી બીજા ગામે જવામાં સરળતા રહેશે પણ થયું છે તેનાથી સાવ ઉંઘુ. છોટાઉદેપુર અને વડોદરા વચ્ચેથી પસાર થતી રેલવે લાઈન પર બનાવવામાં આવેલા ગરનાળાને કારણે મુશ્કેલી ઓછી થવાના બદલે વધી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ સમસ્યા સંખેડા તાલુકાના ખેરવા ગામના લોકો છેલ્લા ત્રણ વર્ષથી ભોગવી રહ્યા છે. લોકોને હતું કે ગરનાળુ બનશે એટલે તેમને એક ગામથી બીજા ગામે જવામાં સરળતા રહેશે પણ થયું તેનાથી સાવ ઉંઘુ. આમ તો ગરનાળું બનાવવાથી લોકોને અવરજવર કરવામાં સરળતા રહેતી હોય છે. રેલ્વે ટ્રેક હોવાના કારણે લોકોને લાંબા રસ્તેથી પસાર થવું ના પડે તે માટે ગરનાળુ ઉપયોગી થતું હોય છે પણ ગરનાળાનું કામ એ રીતે થયું છે કે લોકોને વરસાદમાં સમસ્યા જ સર્જાય છે.

મુખ્યમાર્ગથી ખેરવા ગામ એક કિલોમીટરના અંતરે આવેલુ છે. વરસાદ થતાં જ રેલવે ગરનાળામાં પાણી ભરાય છે અને 1100ની વસ્તી ધરાવતા લોકો માટે રસ્તો બંધ થઈ જાય છે. ખેરવા ગામના લોકોનું કહેવુ છે કે ગરનાળામાં પાણી ભરાતા તે અન્ય ગામો સાથે સંપર્ક કરી શકતા નથી.આ સ્થિતિનો સામનો વરસાદે વિરામ લીધા પછી આજે પણ કરી રહ્યા છે. આ ચોમાસામાં પણ અહીયા પાણી ભરાયું હતું ત્યારે તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં નહોતા આવી, પરંતુ સ્થાનિકો દ્વારા સ્વખર્ચે ડીઝલ લાવીને પંપ દ્વારા  પાણી  નિકાલની કામગીરી કરવામાં આવી હતી.

આ સમસ્યાને કારણે લોકોના  ધંધા-રોજગાર પર પણ અસર પડી રહી છે સ્કૂલમાં જતા બાળકોને જીવના જોખમે ગરનાળાની બાજુની દીવાલ પરથી પસાર થવું પડે છે અકસ્માત પણ થાય છે અને ગામમાં 108 પણ આવતી નથી અને દર્દીને ઉંચકીને ટ્રેક પસાર કરી મુખ્યમાર્ગ પર 108 સુધી લઈ જવો પડે છે.

વિથ ઇનપુટ ક્રેડિટ: મકબૂલ મનસુરી છોટા ઉદેપુર ટીવી9

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">