ભાજપમાં ભરતી મેળાની વચ્ચે સી.આર. પાટીલે છોટા ઉદેપુરના મહામંત્રીનું રાજીનામું લઇ લીધું, જિલ્લા ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો

ભાજપમાં ભરતી મેળાની વચ્ચે સી.આર. પાટીલે છોટા ઉદેપુરના મહામંત્રીનું રાજીનામું લઇ લીધું, જિલ્લા ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો
Chhota Udepur BJP general secretary Rajesh Patel (File Image)

ગુજરાત ભાજપ (BJP) પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (C.R. Patil) દ્વારા આગામી આવી રહેલી વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે વન ડે વન ડીસ્ટ્રીક અભિયાન શરૂ કરવામા આવ્યું છે. જેને લઇને છોટાઉદેપુર જિલ્લા ભાજપાના મહામંત્રી રાજેશ પટેલનું રાજીનામું લીધુ હોવાની ચર્ચા છે.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

May 25, 2022 | 5:58 PM

છોટાઉદેપુર (Chhota udepur) જિલ્લા ભાજપના મહામંત્રી રાજેશ પટેલે (Rajesh Patel) ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની (C. R. Patil) સૂચના બાદ રાજીનામું આપ્યુ છે. ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં સી.આર.પાટીલે આ માટેની સૂચના આપી હતી. મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લા ભાજપા મહામંત્રી રાજેશ પટેલ બે હોદ્દા ધરાવતા હોવાની માહિતી ભાજપા પ્રદેશ પાસે પહોંચતા તેઓએ તેમનું રાજીનામું (Resignation) માંગી લીધું હોવાનું જાણવા મળ્યું છે. જો કે બીજી તરફ રાજેશ પટેલે કોઈ નક્કર કારણ વગર રાજીનામું માંગ્યુ હોવાનો આક્ષેપ કર્યો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ એક્શન મોડમાં છે. ત્યારે અત્યારથી જ નાના નાના લેવલ પર પણ કામ ભાજપે શરુ કરી દીધુ છે. ગુજરાત ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા આગામી આવી રહેલી વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે વન ડે વન ડીસ્ટ્રીક અભિયાન શરૂ કરવામા આવ્યું છે. જેને લઇને છોટાઉદેપુર જિલ્લા ભાજપાના મહામંત્રી રાજેશ પટેલનું રાજીનામું લઇ લેતાં છોટાઉદેપુર જિલ્લા ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો હતો. મીડિયા રિપોર્ટસ અનુસાર છોટાઉદેપુર ભાજપમાં બે જૂથ પૈકી એક જૂથે રાજેશ પટેલ પાસે બે હોદ્દા હોવા અંગેની રજુઆત કરી હતી. જે બાદ રાજેશ પટેલે રાજીનામુ આપી દીધુ છે.

રાજેશ પટેલ ઘણા વર્ષોથી ભાજપમાં જોડાયેલા

છોટાઉદેપુર જિલ્લા ભાજપના મહામંત્રી રાજેશ પટેલ 1989થી ભાજપ સાથે જોડાયેલા છે. તેમણે અત્યાર સુધીમાં તાલુકા પ્રમુખથી લઇ મહામંત્રી પદ સુધી મેં હોદ્દા સંભાળેલા છે. ભાજપ માટે તેમણે અત્યાર સુધીમાં ઘણી કામગીરી કરેલી છે. આ પહેલા તેમને વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટેની પણ જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે અચાનક જ તેમની પાસેથી રાજીનામુ માગી લેવાતા સૌ કોઇ અચંબામાં છે. રાજેશ પટેલે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને સંબોધીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. રાજીનામા માટે આપેલા પત્રમાં જણાવ્યું છે કે, ”અગાઉ હું આપણે ગાધીનગરમાં આપણા નિવાસસ્થાને મુલાકાત થઇ હતી. જેમાં આપે મને છોટાઉદેપુર જિલ્લા ભાજપાના મહામંત્રી પદેથી રાજીનામું આપી દેવા માટે મૌખિક સુચના આપી હતી. જેથી આજ રોજ હું મારા છોટાઉદેપુર જિલ્લાના મહામંત્રી પદ પરથી રાજીનામુ આપુ છું.”

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati