ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી નજીક આવેલા સુસ્કાલ ગામેં દીપડા એ બે વર્ષના માસૂમ બાળકને મોતને ધાટ ઉતરી દેતા આખું ગામ દહેશતમાં આવી ગયું છે. ગામના લોકો માનવ ભક્ષી દીપડાના ડરથી એવા તો ડરી ગયા છે કે ગામમાં એકલા નીકળી શકતા નથી . ગામના પશુ ધનને બચાવવા તે રાત્રિના સમયે ચોકી-ફેરો કરી રહ્યા છે. આ સમગ્ર ઘટના મુજબ મુલધર ગામનું એક પરિવાર પોતાના ખેતરની માવજત માટે ખેતરે ગયું હતું. ભાઈના ખોળામાં તેનો બે વર્ષનો ભાઈ રમી રહ્યો હતો. તે જ દરમિયાન અચાનક દીપડો ખેતરમાં આવી બે વર્ષના બાળકને ખેંચીને લઈ ગયો હતો.
આ બાળકને બચાવવા માટે તેનું પરિવાર બૂમો પાડતા પાછળ દોડ્યું .બૂમો સાંભળી ગામના અન્ય લોકો પણ દોડ્યા હતા. લોકોની બૂમો સાંભળી દીપડાએ બાળક ને છોડી દીધું હતું. પરિવાર બાળક પાસે પહોંચ્યું ત્યારે બાળકનું મોત થઈ ગયું હતું. આ બનાવને લઈ પરિવારમાં અને ગામમાં માતમ છવાયો છે. ગામના લોકો અને પરિવારજનો દીપડાને વન વિભાગ જલ્દી પકડી પાડે તેવી માંગ કરી રહ્યા છે.
બોડેલી તાલુકાના મુલધર ગામ ની અડી ને ટીંબી , ટોકરવા,સુસ્કાલ ગામો આવેલા છે આ ગામો ની વસ્તી લગભગ 12000 જેટલી છે. આ તમામ ગામ ના લોકો માં આજે દીપડા ને લઈ ડર જોવાઇ રહ્યો છે. ગામના લોકોનું કહેવું છે કે દીપડો હાલમાં પણ આજ વિસ્તારમાં ફરે છે . આ તમામ ગામ ના લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. એક તરફ ખેતરમાં જઈ શકાતું નથી તો બીજી તરફ ગામના પશુઓને સાચવવા ગામના લોકો રાત્રીનાં સમયે ટોળામા રહી ગામની ચોકી કરી રહ્યા છે. એક તરફ કડકડતી ઠંડી છે તો બીજી બાજુ ગામના લોકોને રાત્રીના ઉજાગરા કરવાની ફરજ પડી છે.
પશુ પાલન કરતાં આ ગામના તમામ ધરની બહાર પશુ બાંધેલા હોય પશુ માલિકને ઊંઘ પણ નથી આવતી .કેટલાક પશુમાલિકોનું કહેવું છે કે આજે ત્રણ દિવસ થઈ ગયા છતાં પશુ માટે ખેતરે થી ચારો પણ નથી લાવી શકતા. ખેતરમાં ખેતી કામ માટે પણ જઈ શકાતું નથી. દીપડાથી ડરી ગયેલા લોકો માંગ કરી રહ્યા છે કે દીપડાને વન વિભાગ જલ્દી પકડી પાડે
પશુ પાલન અને ખેતી પર નિર્ભર લોકોને એક તરફ દીપડાનો ડર સતાવી રહ્યો છે. તો બીજી બાજુ ખેતરમાં ન જવાતા આજે ખેડૂતોનો ઊભો મોલ બગડી રહ્યો છે. હાલ તો દીપડાને પકડવા ચાર પાંજરા ગોઠવવામાં આવ્યા છે ત્યારે દીપડો જલ્દી પકડાય અને બીજા કોઈનો ભોગના લેવાય તે પહેલા વન વિભાગ દ્વારા હિંસક દીપડાને પકડી પાડવા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
(With Input, Maqbul Mansuri, Chhota Udaipur)