CHHOTA UDEPUR : લાંબા વિરામ બાદ ફરી એક વાર મેઘરાજા મહેરબાન, જિલ્લાના 6 તાલુકા પૈકી 4 તાલુકામાં ધોધમાર વરસાદ

આ તાલુકાઓમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ સર્જાયો હતો. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં જ બોડેલી નગરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે.

CHHOTA UDEPUR : લાંબા વિરામ બાદ ફરી એક વાર મેઘરાજા મહેરબાન, જિલ્લાના  6 તાલુકા પૈકી 4 તાલુકામાં ધોધમાર વરસાદ
CHHOTA UDEPUR : Heavy rains in 4 out of 6 talukas
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 10:56 AM

CHHOTA UDEPUR : છોટાઉદેપુર જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એક વાર મેઘરાજા મહેરબાન થયા છે. છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકા પૈકી 4 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, પાવીજેતપુર, છોટાઉદેપુર, સંખેડા તાલુકામા ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ તાલુકાઓમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ સર્જાયો હતો. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં જ બોડેલી નગરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. સવારના 8 થી 10 વાગ્યાના વરસાદી આંકડા જોઈએ તો પાવીજેતપુરમાં 27 mm, બોડેલીમાં 19 mm અને છોટાઉદેપુરમાં 17 mm વરસાદ પડ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">