ચહેરાને હંમેશા યુવાન રાખવો છે તો કરો ફેસ યોગા, વાંચો કઈ રીતે રાખી શકાય છે ચહેરાને હંમેશા તરોતાજા

ચહેરાની સુંદરતાને મેકઅપથી નિખારી શકાય છે. પણ સૌંદર્ય સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓ એવી પણ છે જેને મેકઅપથી ઢાંકી શકાતી નથી. આવામાં ફેસ યોગા કરીને આ સમસ્યા નિવારી શકાય છે. આપણે જેમ જાણીએ છીએ કે શરીરને તો યોગાની મારફતે ફિટ રાખી શકાય છે પણ ચહેરા માટે ફેસ યોગા ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. જેનાથી […]

ચહેરાને હંમેશા યુવાન રાખવો છે તો કરો ફેસ યોગા, વાંચો કઈ રીતે રાખી શકાય છે ચહેરાને હંમેશા તરોતાજા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:16 PM

ચહેરાની સુંદરતાને મેકઅપથી નિખારી શકાય છે. પણ સૌંદર્ય સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓ એવી પણ છે જેને મેકઅપથી ઢાંકી શકાતી નથી. આવામાં ફેસ યોગા કરીને આ સમસ્યા નિવારી શકાય છે. આપણે જેમ જાણીએ છીએ કે શરીરને તો યોગાની મારફતે ફિટ રાખી શકાય છે પણ ચહેરા માટે ફેસ યોગા ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. જેનાથી તમે ચહેરાની ચરબીથી છુટકારો મેળવી શકો છો.

ફેસ યોગા શું છે ? વધતી ઉંમરની સાથે ચહેરા પર તેની અસર જોવા મળે છે. જેને ઓછી કરવા માટે ફેસ યોગની મદદ લઇ શકો છો. ફેસ યોગા કરવાથી ચહેરાની નસોમાં લોહીનો સંચાર થાય છે અને માંસપેશીઓ રિલેક્સ થાય છે. અને ચહેરા પર ટાઈટનેસ આવે છે. અને તેના કારણે વધતી ઉંમરની અસર પણ ઓછી દેખાય છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

ફેસ યોગના ફાયદા : કેટલીક વાર વધારે પડતાં મેકઅપ કે કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી સમય કરતાં પહેલા ચહેરા પર ઉંમરનો પ્રભાવ દેખાવા લાગે છે. સાથે જ વજન વધવાની અસર પણ ચહેરા પર જોવા મળે છે. એવામાં ફેસ યોગા ચહેરાને જુવાન બનાવે છે. અને ચહેરા પર નિખાર લાવે છે. તેનાથી ડબલ ચીનની સમસ્યા દૂર થાય છે.

1). સિંહ મુદ્રા : આ ફેસ યોગામાં તમે બેસીને સિંહની જેમ મોઢું મોટું કરીને જીભને અંદર બહાર કરો. જીભ બહાર કાઢતી વખતે સિંહની જેમ જ ત્રાડ પાડો, જેથી માંસપેશીઓને એક્સરસાઇઝ મળે.

2). જીભ બાધા યોગ : મોઢું ખોલીને જીભને થોડી થોડી વારે તાળવા સાથે ચિપકાવી રાખો અને પછી છોડી દો. આંખો બંધ કરીને આ એક્સરસાઇઝ કરો. બે ત્રણ વાર તેને રિપીટ કરો. તેનાથી જબડાને આકાર મળે છે.

3). ફિશ ફેસ : પહેલા પદ્માસનની મુદ્રામાં બેસીને આંખો બંધ કરો. હવે તમારા ગાલ અને હોઠોને અંદરની બાજુ ખેંચો અને ફેસને માછલી આકારનું બનાવો. થોડી સેકન્ડ માટે રહેવા દો અને પછી સ્મિત આપો. આવું બે ત્રણ વાર કરો.

4). માઉથવોશ ટેક્નિક : આ બહુ સરળ છે. અને તેને તમે બેઠા બેઠા પણ કરી શકો છો. તમે મોઢામાં પાણી ભરીને કોગળા કરતા હોવ તે રીતે મોઢામાં હવા ભરીને ગાલોને હલાવો. તેનાથી તમારા ચહેરાની વધારાની ચરબી દૂર થાય છે. અને ડબલ ચીનની સમસ્યા પણ દૂર થાય છે.

5). ચીન લિફ્ટ : તમારા ચહેરાને છત તરફ ઉપર કરો. પછી હોઠોને આગળ કરીને છત ચુમતા હોવ તેવી એક્સરસાઇઝ કરો. પછી મૂળ અવસ્થામાં પાછા આવી જાઓ. તેનાથી ડબલ ચીન ઉપરાંત જબડા અને ગરદનની માંસપેશીઓને કસરત મળશે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને યોગનાં અભ્યાસુની પણ સલાહ ખાસ લઈ લેવી

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">