VIDEO: અમદાવાદમાં મહિલા ચાદર ગેંગ થઈ સક્રિય, ધોળા દિવસે આપે છે ચોરીને અંજામ, ચોરીની ઘટના થઈ CCTVમાં કેદ

VIDEO: અમદાવાદમાં મહિલા ચાદર ગેંગ થઈ સક્રિય, ધોળા દિવસે આપે છે ચોરીને અંજામ, ચોરીની ઘટના થઈ CCTVમાં કેદ

અમદાવાદમાં ચાદર ગેંગ સક્રિય થઈ છે. આ ચાદર ગેંગની મહિલાઓ ધોળા દિવસે ચોરીની ઘટનાને અંજામ આપે છે. અને કોઈને જાણ સુદ્ધા નથી થતી. આવી જ રીતે જમાલપુર વિસ્તારમાં આવેલી આસ્ટોડિયા પેથોલોજીમાં ચાદર ગેંગે ચોરીને અંજામ આપ્યો. અને આ ચોર ટોળકીની મોડસ ઓપરેન્ડી CCTVમાં કેદ થઈ ગઈ છે. આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ […]

TV9 Webdesk11

|

Jul 08, 2019 | 5:21 AM

અમદાવાદમાં ચાદર ગેંગ સક્રિય થઈ છે. આ ચાદર ગેંગની મહિલાઓ ધોળા દિવસે ચોરીની ઘટનાને અંજામ આપે છે. અને કોઈને જાણ સુદ્ધા નથી થતી. આવી જ રીતે જમાલપુર વિસ્તારમાં આવેલી આસ્ટોડિયા પેથોલોજીમાં ચાદર ગેંગે ચોરીને અંજામ આપ્યો. અને આ ચોર ટોળકીની મોડસ ઓપરેન્ડી CCTVમાં કેદ થઈ ગઈ છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ આજે કુટુંબ અંગે કે મિલકતને લગતી બાબતોની ચર્ચા કરવાથી બચવું

CCTVમાં જોઈ શકાય છે કે પહેલા ચોર ટોળકીની મહિલાઓ લેબમાં ઘુસે છે. જેમાંથી એક ચોર મહિલા લેબોરેટરીમાં રહેલી મહિલાને વાતોમાં ભોળવી લે છે. જ્યારે બીજી મહિલા સિડી મારફતે ઉપર જવાનો પ્રયાસ કરે છે. જેને રોકતા મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થાય છે. અને ત્યારે જ મહિલાઓ સાથે આવેલું માસૂમ લાગતુ બાળક ધીરેથી ખુરસી નીચેથી મહિલાનું પર્સ લઈને ફરાર થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

થોડી વાર રહીને જાણ થતા મહિલા બુમો પણ પાડે છે. જોકે મહિલા કઈ કરે અને સમજે તે પહેલાં જ ચોર ટોળકી ફરાર થઈ જાય છે.હાલ આ ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. અને ચોર ટોળકીની તપાસ શરૂ કરવામાં આવી છે.

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati