અમદાવાદની 23 વર્ષિય યુવતી વૃષ્ટિ કોઠારીની તપાસ ક્રાઈમબ્રાંચને સોંપાઈ, પોલીસ તપાસમાં CCTV મળ્યા

અમદાવાદની 23 વર્ષિય યુવતી વૃષ્ટિ કોઠારીની તપાસ ક્રાઈમબ્રાંચને સોંપાઈ, પોલીસ તપાસમાં CCTV મળ્યા

બોલિવૂડની અભિનેત્રી સોહા અલી ખાને અમદાવાદની ગુમ થયેલી યુવતીને શોધવાનું શરુ કરેલું અભિયાન, જોર પકડી રહ્યું છે. ત્યારે પોલીસની તપાસમાં એક CCTV પણ સામે આવ્યા છે. અને અમદાવાદ પોલીસે યુવતીને શોધવાની તપાસ ક્રાઇમબ્રાન્ચને સોંપી છે. સોહા અલી ખાને 23 વર્ષિય યુવતી વૃષ્ટિ કોઠારીનો ફોટો ટ્વીટર પર મુકી તેની માહિતી આપવા અંગે અવાજ ઉઠાવ્યો હતો. જે […]

TV9 Webdesk12

|

Oct 04, 2019 | 12:30 PM

બોલિવૂડની અભિનેત્રી સોહા અલી ખાને અમદાવાદની ગુમ થયેલી યુવતીને શોધવાનું શરુ કરેલું અભિયાન, જોર પકડી રહ્યું છે. ત્યારે પોલીસની તપાસમાં એક CCTV પણ સામે આવ્યા છે. અને અમદાવાદ પોલીસે યુવતીને શોધવાની તપાસ ક્રાઇમબ્રાન્ચને સોંપી છે. સોહા અલી ખાને 23 વર્ષિય યુવતી વૃષ્ટિ કોઠારીનો ફોટો ટ્વીટર પર મુકી તેની માહિતી આપવા અંગે અવાજ ઉઠાવ્યો હતો. જે બાદ નવરંગપુરા પોલીસે તપાસ હાથ ધરી હતી. જો કે સ્થાનિક પોલીસ દ્વારા વૃષ્ટિની કોઇ ભાળ ન મળતા હવે આ મામલાની તપાસ ક્રાઇમબ્રાન્ચને સોપવામાં આવી છે.

આ પણ વાંચોઃ અમરાઈવાડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીમાં પાટીદાર VS પાટીદારનો જંગ…જાણો આ બેઠકનો સંપૂર્ણ ઈતિહાસ

મહત્વનું છે કે, વૃષ્ટી કોઠારી સાથે તેનો મિત્ર શિવમ પટેલ પણ ગુમ થયો છે. તેથી પ્રાથમિક પૂછપરછમાં આ યુવતીનું ગુમ થવા પાછળનું મૂળ કારણ પ્રેમ પ્રકરણ હોવાની શંકા સેવાઈ રહી છે. શિવમ પટેલ અને વૃષ્ટિ બંને ઉવારસદ કર્ણાવતી યુનિવર્સીટી ખાતે અભ્યાસ કરતા હતા. અને એકાએક વૃષ્ટી ગુમ થઈ જતાં વૃષ્ટિના ડ્ર્રાઈવરે બે દિવસ સુધી વૃષ્ટિનો ટેલિફોનિક સપંર્ક કર્યો હતો. પરંતુ સંપર્ક ન થતા ડ્ર્રાઈવરે વૃષ્ટિના માતાપિતાનો સંપર્ક કર્યો હતો. જે બાદ જાણવા જોગ ફરિયાદ દાખલ કરાઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉલ્લેખનિય છે કે, વૃષ્ટિ કોઠારી ત્રણ દિવસ પહેલા ગુમ થઇ ગઇ હતી. તે બાદ બોલીવુડની અભિનેત્રી સોહા અલી ખાન દ્વારા વૃષ્ટિના ફોટો સાથે ટ્વીટ કરવામાં આવ્યું છે. ટ્વીટમાં સોહા અલી ખાને વૃષ્ટિ છેલ્લા 2 દિવસથી ગુમ છે, અને તેનો ફોન બંધ આવે છે. તે અમદાવાદમાં રહે છે અને તેના માતાપિતા ચિંતા કરી રહ્યાં છે. જેથી મદદ કરવા અંગે પણ ઉલ્લેખ કર્યો છે. સોહા અલી ખાનના ટ્વીટ બાદ અનેક લોકોએ રી-ટ્વીટ કર્યું છે. જેમાં ગુજરાત પોલીસના ટ્વિટર એકાઉન્ટમાં હેસ ટેગ કરી મદદ માંગતા. ગુજરાત પોલીસે અમદાવાદ પોલીસને ટ્વીટ કરી આ મામલે તપાસ તેજ કરવા કહ્યું હતું..જોકે આ કેસ વધુ ચર્ચીત બનતા. હવે ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati