ભાવનગર પુત્રવધુને તેડવા જતો અમદાવાદનો પરિવાર કાર સાથે તણાયો, 2ના મોત 3નો આબાદ બચાવ, જુઓ VIDEO

ભાવનગરમાં કાર તણાવાની ઘટનામાં લાપતા બે લોકોની શોધખોળ માટે NDRFની ટીમ જોડાઈ છે. ઘટનામાં બે લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે ત્રણ લોકોને બચાવી લેવાયા છે. ભાવનગર શહેર અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદી, નાળામાં મોટીમાત્રામાં પાણી આવ્યા હતા. તેવામાં આખલોલ જકાતનાકા પાસે આવેલા પુલનું કામ ચાલી રહ્યું છે. જેને પગલે કોર્પોરેશને ડાયવર્ઝન આપેલું છે. આ […]

ભાવનગર પુત્રવધુને તેડવા જતો અમદાવાદનો પરિવાર કાર સાથે તણાયો, 2ના મોત 3નો આબાદ બચાવ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jun 29, 2019 | 5:11 AM

ભાવનગરમાં કાર તણાવાની ઘટનામાં લાપતા બે લોકોની શોધખોળ માટે NDRFની ટીમ જોડાઈ છે. ઘટનામાં બે લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે ત્રણ લોકોને બચાવી લેવાયા છે. ભાવનગર શહેર અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદી, નાળામાં મોટીમાત્રામાં પાણી આવ્યા હતા. તેવામાં આખલોલ જકાતનાકા પાસે આવેલા પુલનું કામ ચાલી રહ્યું છે. જેને પગલે કોર્પોરેશને ડાયવર્ઝન આપેલું છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે નવા કાર્યની શરૂઆત કરવા માટે ખુબ સારો દિવસ

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

પાણીની આવક વધતા ગઈકાલે પુલ પરથી પાણી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન અમદાવાદના વસ્ત્રાલનો સાત લોકો સાથેનો એક પરિવાર ભાવનગરમાં જઈ રહ્યો હતો. અને અચાનક પુલ બેસી જતા કાર તણાઈ ગઈ હતી. ઘટનાની પગલે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવકાર્ય હાથ ધર્યું હતું. ફાયર બ્રિગેડે મહામહેનતે કારને બહાર તો કાઢી. પરંતુ તેમાંથી ફક્ત ત્રણ લોકોને જ બચાવાયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યારે બીજા ચાર લોકો લાપતા હતા. ચાર લાપતા પૈકી બે લોકોના આજે મૃતદેહ મળ્યા છે. અને બે લોકોની શોધખોળ ચાલી રહી છે. બે લોકોની શોધખોળમાં NDRFની ટીમ પર કામે લાગી છે. કારમાં તણાયેલો પરિવાર અમદાવાદના વસ્ત્રાલનો રહેવાસી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પરિવારના દિનેશ ઉમડિયા, તેમના પત્ની લતા ઉમડિયા, પુત્ર કેયુર, પુત્ર ચેતન, પુત્રી નેહા, પૌત્રી આધ્યા અને પુત્રવધુ કારમાં સવાર હતા. તેઓ ભાવનગરમાં પુત્રવધુને તેડવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન જ તેમની સાથે આ દુર્ઘટના સર્જાઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">