અરવલ્લી: મોડાસાના કોલીખડ પાસે 3 ટ્રક વચ્ચે અકસ્માત બાદ ત્રણેય વાહનોમાં આગમાં લપેટાયા, 6 ના મોતની આશંકા, 1 ને ઈજા

1 વ્યક્તિ શરીરે ઇજા પહોંચેલા એક વ્યક્તિને મોડાસા હોસ્પિટલમાં ખસેડાયો

અરવલ્લી: મોડાસાના કોલીખડ પાસે 3 ટ્રક વચ્ચે અકસ્માત બાદ ત્રણેય વાહનોમાં આગમાં લપેટાયા, 6 ના મોતની આશંકા, 1 ને ઈજા
Aravalli: સ્ટેટ હાઈવેને ડાયવર્ટ કરાયો
Follow Us:
| Updated on: May 21, 2022 | 12:18 PM

અરવલ્લી (Aravalli)  જિલ્લાના મોડાસા નજીક આવેલા કોલીખડ (Kolikada Accident) પાસે અકસ્માત સર્જાયો છે. અકસ્માત બાદ એક કાર સહિત 3 જેટલા વાહનો આગમાં લપેટાયા છે. આગમાં લપેટાઈ જતા 6 જેટલા લોકોના મોત નિપજ્યા હોવાની સંભાવના જણાઈ રહી છે. વાહનોમાં આગ લાગવાને લઈને મોડાસા (Modasa) નગર પાલિકાના ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. જે પ્રમાણેમાં સ્થાનિક પ્રત્યદર્શીઓથી વિગતો પોલીસ દ્વારા મેળવવામાં આવી રહી છે. તે મુજબ અકસ્માતમાં 6 લોકો ભોગ બન્યા હોઈ શકે છે. ઘટનામાં જે પ્રમાણે આગે વાહનોને લપેટામાં લીધા હતા તે મુજબ શરુઆતમાં પોલીસ અને ફાયરને કેટલા વાહનો આગમાં લપેટાયા છે, અંદાજ લગાવવો પણ મુશ્કેલ બની ગયો હતો.

ઘટનાને પગલે કોલીખડ નજીકથી પસાર થતા સ્ટેટ હાઈવેને સ્થાનિક પોલીસ દ્વારા ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. સ્ટેટ હાઈવે પર સામાન્ય રીતે જ ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફીક રહેતો હોય છે અને જેને લઈને અકસ્માત બાદ વાહનોની લાંબી કતારો સર્જાઈ હતી. ઘટનાને પગલે મોડાસા અને આસપાસથી અન્ય પોલીસ ટીમો અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જેઓએ ટ્રાફીકને ડાયવર્ટ કરવા પ્રયાસ શરુ કર્યો હતો.

ઓવરટેઈક કરવાની ગફલતે અકસ્માત સર્જ્યોઃ એસપી

એસપી સંજય ખરાત પણ ઘટનાને લઇને સ્થળ પર પહોંચ્યા હતા. તેઓએ કહ્યુ હતુ કે, 3 ટ્રકો વચ્ચે આ અકસ્માત સર્જાયો હોવાનુ જાણી શકાયુ છે. એક ટ્રકના ચાલકે ઓવરટેઈક કરવામાં ગફલત કરતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ત્રણેય ટ્રકોમાં આગ ફેલાઈ ગઈ  હતી. એક ટ્રકમાં પેઈન્ટનો જથ્થો ભરેલો હતો. જેને લઈને પેઈન્ટના કારણે આગે વિકરાળ સ્વરુપ પકડ્યુ હતુ. આગને કાબુમાં લેવા માટે ફાયરની ટીમો કામે લાગી છે. પરંતુ હજુય પરિસ્થિતી સંપૂર્ણ પણે નિયંત્રણમાં લઈ શકાઈ નથી. આગમાંથી એક ડેડબોડીને બહાર નિકાળી શકાઈ છે. હજુ વધુ ત્રણેક ડેડ બોડીને બહાર નિકાળવા માટેની કાર્યવાહી જારી છે. એક વાહનનો ચાલક ઈજાગ્રસ્ત છે અને જેને મોડાસા ખાતે સારવાર આપવામાં આવી રહી છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ટ્રાફીક અને અકસ્માત બાદ આગને નિયંત્રણમાં લેવાની કામગીરી ચાલુ હોવાને લઇને વાહનચાલકોને પણ અન્ય રુટથી અવર જવર કરવા માટે અપિલ કરવામાં આવી છે. ગ્રામ્ય રસ્તાઓ પરથી હાલ મોડાસા નડીયાદ હાઈવેના ટ્રાફીકને ડાયવર્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">