કેબિનેટની બેઠકઃ કોરોના, પરિક્ષા, હાઈકોર્ટના નિર્દેશ પર ચર્ચા વિચારણાની સંભાવના

ગુજરાત હાઈકોર્ટે આપેલા લોકડાઉન-સપ્તાહના અંતે કરફ્યુ નાખવા સહીતના નિર્દેશ, કોરોનાની બેકાબુ સ્થિતિ, બોર્ડની પરિક્ષા વગેરે મુદ્દે Cabinet બેઠકમાં, ચર્ચા થવાની સંભાવના

| Updated on: Apr 07, 2021 | 11:00 AM

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે રાજ્ય પ્રધાન મંડળની Cabinet meeting, બેઠક યોજાશે. આ બેઠકમાં કોરોનાના Corona વધતા જતા કેસ, ગુજરાત હાઈકોર્ટે Gujarat High Court, સરકારને આપેલા નિર્દેશ, કોરોનાના દર્દીઓને જરૂર પડતા રેમડેસિવીર ઈન્જેક્શન Remdesivir injection, ઓક્સિજન Oxygen, વેન્ટિલેટરVentilator સહીતના મુદ્દે ચર્ચા કરવામા આવશે.

ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં બેકાબુ બનેલા કોરોનાને લઈને સુઓમોટો રીટની Suomoto Reit કામગીરી હાથ ધરીને ગુજરાત સરકારને કેટલાક નિર્દેશ કર્યા હતા. જેમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિને કાબુમાં લેવા માટે ત્રણ કે ચાર દિવસનું મિની લોકડાઉન લાદવા માટે નિર્દેશ કર્યો હતો. આ ઉપરાંત સપ્તાહે કરફ્યુ નાખવાનો પણ નિર્દેશ કર્યો હતો.

ગુજરાત સરકારની હાઈપાવર કમિટીએ, હાઈકોર્ટના આ નિર્દેશ અંગે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મસલત કરીને, રાજ્યના ચાર મેટ્રો શહેરને બદલે કોરોનાનું સંક્રમણ વધુ ધરાવતા શહેરને આવરી લઈને 20 શહેરમાં 7 એપ્રિલથી 30 એપ્રિલ સુધી રાત્રીના 8 વાગ્યાથી બીજા દિવસના સવારના છ વાગ્યા સુધીનો કરફ્યુ લાદવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત સામાજીક અને રાજકીય કાર્યક્રમો ઉપર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે. જો કે, ગુજરાત હાઈકોર્ટે આપેલા નિર્દેશમાં ગઈકાલે હાઈપારવ કમિટીએ કરેલા નિર્ણયથી કોઈ મુદ્દે કોર્ટના નિર્દેશનું પાલન ના થયુ હોય તો તેની આજે ચર્ચા કરીને તેની જાહેરાત કરાશે.

આ ઉપરાંત આજની કેબિનેટ બેઠકમાં, ગુજરાતમાં શરૂ થનાર બોર્ડની પરિક્ષા અંગે પણ ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે. રાજ્યમાં હાલ અપાતી કોરોના રસીકરણની ઝુંબેશમાં વધુ ઝડપ લાવવા અને 45 વર્ષથી ઉપરના તમામને તેમના નિવાસસ્થાનની નજીકમાં જ રસી મળી રહે તે માટેની વ્યવસ્થા વધુ સધન બનાવવા ચર્ચા કરાશે.

આજની કેબિનેટની બેઠકમાં, ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રમાં કોરોનાગ્રસ્ત બનેલા પાંચ જેટલા પ્રધાનો રૂબરુ હાજર નહી રહે. આ પાંચ પ્રધાનોમાં ઊર્જા સૌરભ પટેલ, વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવા, રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા, સહકાર પ્રધાન ઈશ્વર પટેલ, સહીતનાનો સમાવેશ થાય છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">