Banaskantha: પાલનપુરના RTO સર્કલ પર નિર્માણ થઈ રહેલા બ્રિજનો સ્લેબ ધરાશાયી, 2 વાહનો દબાયા
પાલનપુર શહેરના RTO સર્કલ પર વધતા ટ્રાફિકને લઈ ઓવરબ્રિજ નિર્માણ કરવામાં આવી રહ્યો છે. નિર્માણ થઈ રહેલ બ્રિજનો એક સ્લેબનો હિસ્સો અચાનક જ ધરાશાયી થઈ જવા પામ્યો છે. સ્લેબ ધરાશાયી થવાને લઈ એક ટ્રેક્ટર અને રિક્ષા સ્લેબના કાટમાળ નિચે દબાઈ જવાના સમાચાર છે. ઘટના ને લઈ અધિકારીઓનો કાફળો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ શરુ કરી હતી.
પાલનપુર શહેરના RTO સર્કલ પર વધતા ટ્રાફિકને લઈ ઓવરબ્રિજ નિર્માણ કરવામાં આવી રહ્યો છે. નિર્માણ થઈ રહેલ બ્રિજનો એક સ્લેબનો હિસ્સો અચાનક જ ધરાશાયી થઈ જવા પામ્યો છે. સ્લેબ ધરાશાયી થવાને લઈ એક ટ્રેક્ટર અને રિક્ષા સ્લેબના કાટમાળ નિચે દબાઈ જવાના સમાચાર છે. રેલવે ટ્રેક પર થઈને પસાર થતા ત્રણ રસ્તાના ઓવર બ્રિજનો એક હિસ્સો ધરાશાયી થયો છે. બ્રિજના સ્લેબના પાંચ હિસ્સા જમીનદોસ્ત થયા છે.
આ પણ વાંચોઃ સાબલવાડનો યુવાન ખેડૂત ઘરમાંજ ઢળી પડતા મોત, હાર્ટએટેકથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો
રેલવે ટ્રેક નજીક જ આ સ્લેબ તૂટી પડવાની ઘટનાને લઈ વિસ્તારમાં દોડધામ મચી હતી. ઘટનાને પગલે રેલવે અને સ્થાનિક તંત્રના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. વહિવટી અધિકારીઓ અને માર્ગ મકાન વિભાગ સહિતના અધિકારીઓ સ્લેબ તૂટવાને લઈ સ્થળ પર પહોંચવા માટે રવાના થયા હતા. મીડિયાને જિલ્લા ક્લેકટરે બતાવ્યુ હતુ કે, પ્રાથમિક તપાસ માટે વિગતો એકઠી કરવામાં આવી રહી છે. ક્ષતિ સામે આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે.

