લો બોલો, ગયા વર્ષે 2 કરોડના ખર્ચે બાંધેલો પૂલ પહેલા જ ચોમાસામાં તુટ્યો, વ્યાપક ભ્રષ્ટાચાર આચર્યાની વહેતી થઈ વાત

લો બોલો, ગયા વર્ષે 2 કરોડના ખર્ચે બાંધેલો પૂલ પહેલા જ ચોમાસામાં તુટ્યો, વ્યાપક ભ્રષ્ટાચાર આચર્યાની વહેતી થઈ વાત

કેશોદના બામણાસાથી પાડોદર જવાના માર્ગે સાબલી નદી પર બનાવેલો પુલ પત્તાના મહેલની માફક તુટી ગયો. ગામલોકોની વખતોવખતની માંગણીને ધ્યાને લઈને, ગયા વર્ષે જ રૂ. બે કરોડના ખર્ચે પૂલ બનાવ્યો હતો. ગયા વર્ષે જ કરોડોના ખર્ચે બનેલો પૂલ, પહેલા જ ચોમાસામાં તુટી પડતા, બાંધકામમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચર્યાની વાત વહેતી થઈ છે. હજુ તો ચોમાસાની શરૂઆત જ […]

Bipin Prajapati

|

Jul 06, 2020 | 11:30 AM

કેશોદના બામણાસાથી પાડોદર જવાના માર્ગે સાબલી નદી પર બનાવેલો પુલ પત્તાના મહેલની માફક તુટી ગયો. ગામલોકોની વખતોવખતની માંગણીને ધ્યાને લઈને, ગયા વર્ષે જ રૂ. બે કરોડના ખર્ચે પૂલ બનાવ્યો હતો. ગયા વર્ષે જ કરોડોના ખર્ચે બનેલો પૂલ, પહેલા જ ચોમાસામાં તુટી પડતા, બાંધકામમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચર્યાની વાત વહેતી થઈ છે. હજુ તો ચોમાસાની શરૂઆત જ છે. વરસાદના પહેલા જ રાઉન્ડમાં ચોતરફ પાણી પાણી થઈ જતા, બામણસા અને પાડોદરને જોડતો પૂલના અભાવે ગ્રામ્યજનોને અનેક કિલોમીટર ફરીને જવું પડશે. ગ્રામ્યજનોએ નબળી ગુણવત્તા વાળો પૂલ ધારાશયી થયો હોવાનો વિડીયો વાયરલ કરીને તંત્રની આંખ ખોલી છે. જુઓ વિડીયો.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati