AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri Breaking: ખેલૈયાઓ માટે ખુશખબર- નવરાત્રીમાં અમદાવાદ મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી દોડશે, જાણો સંપૂર્ણ ટાઈમટેબલ અને ટિકિટના નિયમો!

નવરાત્રી મહોત્સવ નિમિત્તે ગરબા રસિકો અને ખેલૈયાઓની સુવિધા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા 14 થી 19 ઓક્ટોબર દરમિયાન મેટ્રો ટ્રેન સેવાઓ મધ્યરાત્રિના 2:00 વાગ્યા સુધી લંબાવવામાં આવી છે. મોડી રાત્રે મુસાફરી માટે ₹50 ની સ્પેશિયલ પેપર ટિકિટ માન્ય રહેશે.

Navratri Breaking: ખેલૈયાઓ માટે ખુશખબર- નવરાત્રીમાં અમદાવાદ મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી દોડશે, જાણો સંપૂર્ણ ટાઈમટેબલ અને ટિકિટના નિયમો!
| Updated on: Oct 14, 2026 | 9:24 PM
Share

જગતજનની મા અંબાની ભક્તિ અને આરાધનાના મહાપર્વ નવરાત્રીનો રંગ સમગ્ર ગુજરાત સહિત અમદાવાદમાં પૂરબહારમાં જામ્યો છે. ઢોલના તાલે અને મનમોહક સૂર સાથે ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઘૂમીને ઉત્સવની ભવ્ય ઉજવણી કરી રહ્યા છે. ગરબા પંડાલ અને પાર્ટી પ્લોટથી મોડી રાત્રે ઘરે પરત ફરતા ખેલૈયાઓ અને પરિવારોને વાહનવ્યવહાર કે ટ્રાફિકની કોઈ સમસ્યા ન નડે તે માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડ દ્વારા એક મહત્વપૂર્ણ અને આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે.

હાલમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓ સામાન્ય દિવસોમાં સવારે 6:20 વાગ્યાથી રાત્રિના 11:00 વાગ્યા સુધી કાર્યરત રહે છે. પરંતુ નવરાત્રી ઉત્સવની ઉજવણીને ધ્યાનમાં રાખીને મુસાફરોની સગવડ અર્થે તારીખ 14-10-2026 થી 19-10-2026 દરમિયાન મેટ્રો સેવાઓ રાત્રિના 11:00 વાગ્યાથી વધારીને મધ્યરાત્રિના 2:00 વાગ્યા સુધી લંબાવવાની સત્તાવાર જાહેરાત પ્રેસ નોટ દ્વારા કરવામાં આવી છે.

મેટ્રો ટ્રેનનું વિસ્તૃત શિડ્યુલ અને સમયપત્રક

  • વસ્ત્રાલ ગામ થી થલતેજ ગામ કોરિડોર (સમય અંતરાલ: 30 મિનિટ)
  1. વસ્ત્રાલ ગામથી પ્રસ્થાન: 23:30, 00:00, 00:30, 01:00, 01:30, 02:00
  2. થલતેજ ગામથી પ્રસ્થાન: 23:42, 00:12, 00:42, 01:12, 01:42, 02:12

છેલ્લી મેટ્રો ટ્રેન ઉપડવાનો સમય:

  1. વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ તરફ: રાત્રિના 2:00 વાગ્યે
  2. થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ તરફ: રાત્રિના 2:12 વાગ્યે
  • એ.પી.એમ.સી. (APMC) થી કોટેશ્વર રોડ કોરિડોર (સમય અંતરાલ: 30 મિનિટ)
  1. APMC થી પ્રસ્થાન: 23:44, 00:14, 00:44, 01:14, 01:44, 02:14
  2. કોટેશ્વર રોડથી પ્રસ્થાન: 23:37, 00:07, 00:37, 01:07, 01:37, 02:07

છેલ્લી મેટ્રો ટ્રેન ઉપડવાનો સમય:

  1. APMC થી કોટેશ્વર રોડ તરફ: રાત્રિના 2:14 વાગ્યે
  2. કોટેશ્વર રોડથી APMC તરફ: રાત્રિના 2:07 વાગ્યે
  • એ.પી.એમ.સી. (APMC) થી સેક્ટર-1 (ગાંધીનગર) કોરિડોર (સમય અંતરાલ: 60 મિનિટ)
  1. APMC થી પ્રસ્થાન: 22:30, 23:44, 00:44
  2. સેક્ટર-1 થી પ્રસ્થાન: 22:38, 23:38, 00:38

છેલ્લી મેટ્રો ટ્રેન ઉપડવાનો સમય:

  1. APMC થી સેક્ટર-1 તરફ: રાત્રિના 12:44 વાગ્યે
  2. સેક્ટર-1 થી APMC તરફ: રાત્રિના 12:38 વાગ્યે

સ્પેશિયલ પેપર ટિકિટના નિયમો:

મેટ્રોના લંબાયેલા સમય દરમિયાન મુસાફરી કરવા માટે નિયમોમાં વિશેષ ફેરફાર કરવામાં આવ્યો છે:

  • લંબાયેલા સમયગાળા દરમિયાન મુસાફરી માટે ફક્ત ₹50 ની સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય ગણાશે.
  • આ સ્પેશિયલ પેપર ટિકિટ તમામ મેટ્રો સ્ટેશનો પર ઉપલબ્ધ રહેશે.
  • આ ટિકિટનો ઉપયોગ ફક્ત એક જ સિંગલ મુસાફરી માટે કરી શકાશે.

Breaking News: સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ : 27 ઓક્ટોબરથી રેલવે કાઉન્ટર પરથી ટિકિટ ખરીદનારા મુસાફરોને પણ મળશે યાત્રા વીમો!

Follow Us
g clip-path="url(#clip0_868_265)">