ધોલેરા SIR દ્વારા બનાવામાં આવી રહેલો રિવરફ્રન્ટ ખેતીની જમીન માટે નુકશાનકારક, ધોલેરાના RTI એક્ટિવિસ્ટે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી

ભડીયાદ-ધોલેરા વચ્ચે વરસાદી પાણીના નિકાલની મુખ્ય જગ્યા આવેલી છે. ધોલેરા SIR (Dholera SIR) દ્વારા તેના પર જ આડો પાળો બનાવી રિવરફ્રન્ટ બનાવવાનો પ્લાન કરવામાં આવ્યો છે. જેના કારણે આગામી ચોમાસામાં ઉપરવાસના તમામ ગામોના વરસાદી પાણીનો નિકાલ સદંતર બંધ થશે.

ધોલેરા SIR દ્વારા બનાવામાં આવી રહેલો રિવરફ્રન્ટ ખેતીની જમીન માટે નુકશાનકારક, ધોલેરાના RTI એક્ટિવિસ્ટે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી
RiverFront (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2022 | 4:11 PM

કેન્દ્ર સરકાર દ્વારા ધોલેરા SIRને (Dholera SIR) સિંગાપુર જેવું સ્માર્ટ સીટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અમુક ગામોના ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. ભડીયાદ-ધોલેરા વચ્ચે વરસાદી પાણીના નિકાલની મુખ્ય જગ્યા આવેલી છે. ધોલેરા SIR દ્વારા તેના પર જ આડો પાળો બનાવી રિવરફ્રન્ટ બનાવવાનો પ્લાન કરવામાં આવ્યો છે. જેના કારણે આગામી ચોમાસામાં ઉપરવાસના તમામ ગામોના વરસાદી પાણીનો નિકાલ સદંતર બંધ થશે અને પાણીનો નિકાલ ન થતા આ પાણી ખેતીની જમીનમાં ભરાઈ રહે તેમ છે.

આ કારણથી તમામ ગામોની મોટાભાગની ખેતીની જમીન પડતર રહેવાની શક્યતા છે. એક બાજુ સરકાર 2022માં ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે ત્યારે બીજી તરફ હાલ આ વિકાસના નામે ખેડૂતોને નુક્સાન થઈ રહ્યું છે, જે નુક્સાનકર્તા છે.

આ છે ખેડૂતોની સમસ્યાનો ઉકેલ

ઘણા ગામોના ખેડુતોને નુક્સાન જઈ રહ્યુ હોય ધોલેરાના આરટીઆઈ એક્ટીવીસ્ટ સહદેવસિંહ ચુડાસમાએ તંત્ર સમક્ષ રજુઆત કરી છે. તેમની રજુઆત છે કે, રિવરફ્રન્ટનું કામ તાત્કાલિક રદ કરવામાં આવે. આ માટે તેમણે વહીવટી તંત્ર અને ધોલેરા SIRને લેખિત રજૂઆત કરી છે. આગળ તેમણે કહ્યું કે, ખેડૂતોનાં હિતમાં ધંધુકા થી ભડીયાદ સુધી રોડની બંને બાજુની ગટરો પહોળી તથા ઊંડી કરી વચ્ચેના રસ્તા પર મોટા નાળા મુકવા તેમ જ ધોલેરા થી પસાર થતા એક્સપ્રેસ હાઈવે પર વરસાદી પાણીના નિકાલની જગ્યાએ બ્રિજ બનાવવા તેમજ અલીયાસર તળાવનાં ઓવરફ્લો પાણીના નિકાલ માટે પાળમાં પાઈપો નાખી ગટર માં જોડાણ આપવામાં આવે તો આ પ્રશ્નોનો કાયમી નિકાલ થાય એમ છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

છેલ્લા ઘણા સમયથી રજુઆત છતા તંત્રના આંખ આડા કાન

આ બાબતે ગત વર્ષે પણ સ્થાનિક તંત્રને રજૂઆત કરવામાં આવી છે તેમછતાં અધિકારીઓની બેદરકારીથી ખેડૂતોને નુક્સાન ભોગવવાનો વારો આવ્યો છે. જેથી ચાલુ વર્ષે ચોમાસા પહેલા ઉનાળામાં જ ગટરો પહોળી કરવાનું તથા નાળા મુકવાનું કામ પૂર્ણ કરવામાં આવે એવી રજૂઆત સહદેવસિંહ ચુડાસમા દ્વારા વહીવટી તંત્રની સાથે સાથે મુખ્યમંત્રીને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં દરેક જગ્યાએ પાણીની તંગી વર્તાઈ રહી છે. ત્યારે ચોમાસાના પાણીનો યોગ્ય રીતે સંગ્રહ કરવામાં આવે તો દર વર્ષે ઉભી થતી પાણીની સમસ્યાનું નિરાકરણ પણ આવી શકે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">