Hanuman Jayanti 2021: નમો હનુમતેનાં નાદ સાથે હનુમાન જયંતિએ સાળંગપુર મંદિર ગુંજી ઉઠ્યું, ભગવાનને ચઢાવાયા 6.50 કરોડનાં સુવર્ણ વાઘા, કરો દર્શન

Hanuman Jayanti 2021: હનુમાન જયંતિના પાવન પર્વે સાળંગપુર ધામ ધમધમી રહ્યું છે. આ અવસરે અમે આપને કષ્ટભંજનદાદાના સુવર્ણ અને હીરાજડિત વાઘાના દર્શન કરાવી રહ્યાં છીએ. દાદાના આ વાઘા કેવી રીતે તૈયાર થયા તેનો એક્સ્ક્લૂઝિવ મેકિંગ વીડિયો બતાવવાનો પ્રયાસ કર્યો છે. કષ્ટભંજન દેવના આ વાઘાની કુલ કિંમત રૂપિયા 6.50 કરોડ છે.

| Updated on: Apr 27, 2021 | 10:42 AM

Hanuman Jayanti 2021: હનુમાન જયંતિના પાવન પર્વે સાળંગપુર ધામ ધમધમી રહ્યું છે. આ અવસરે અમે આપને કષ્ટભંજનદાદાના સુવર્ણ અને હીરાજડિત વાઘાના દર્શન કરાવી રહ્યાં છીએ. દાદાના આ વાઘા કેવી રીતે તૈયાર થયા તેનો એક્સ્ક્લૂઝિવ મેકિંગ વીડિયો બતાવવાનો પ્રયાસ કર્યો છે. કષ્ટભંજન દેવના આ વાઘાની કુલ કિંમત રૂપિયા 6.50 કરોડ છે.

આ વાઘામાં 8 કિલો સોનાનો ઉપયોગ થયો છે. આ વાઘા બનાવવા માટે 22 ડિઝાઈર્સની ટીમ અપોઈન્ટ કરવામાં આવી હતી. આ વાઘાનું મુખ્ય કામ અંજારના હિતેષભાઈ સોનીએ કર્યું છે. આ ઉપરાંત કેટલુંક કામ રાજકોટ અને જયપુરમાં પણ કરાવવામાં આવ્યું છે. આ વાઘા બનાવવા માટે ડિઝાઈનર્સ સહિત 100 જેટલા સોનીઓની મદદ લેવાઈ હતી.

આ લોકોએ 1050 કલાકની મહેનત બાદ દાદાના આ વાઘા તૈયાર કર્યા હતા. આ વાઘાને સંપૂર્ણ તૈયાર થવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો. દાદાના મુગટ અને કુંડળમાં રિઅલ ડાયમંડ લગાડવામાં આવ્યા છે જેની કિંમત 1 કરોડ રૂપિયા છે. આ સુવર્ણ અને હીરાજડિત વાઘામાં અર્વાચીન અને પ્રાચીન સુવર્ણકળાનું કોમ્બિનેશ જોવા મળે છે. જેમાં રિઅલ ડાયમંડ અને એમરલ્ડ સ્ટોનની સાથે રિઅલ રુબી પણ જડવામાં આવ્યું છે.

આ ઉપરાંત થ્રીડી વર્ક, બિકાનેરી મીણો, પેઈન્ટીંગ મીણો, ફિલીગ્રી વર્ક અને સોરોસ્કી પણ જડેલું છે. આ મહામૂલા વાઘામાં એન્ટીક વર્કની સાથેસાથે રિઅલ મોતી પણ લગાડવામાં આવ્યા છે. આ વાઘા બનાવવાનું કામ વિવેકસાગર સ્વામીની દેખરેખમાં હેઠળ થયું છે. આ માટે ઘણી બધી ડિઝાઇન બનાવીને તપાસવામાં આવી હતી. સમયાંતરે સંતોના માર્ગદર્શનથી આ ફાઈનલ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, દાદાના આ સુવર્ણજડિત વાઘા કેશપ્રસાદ સહિત મહંત વિષ્ણુપ્રકાશદાસજી તથા હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">