ઝેરી દારૂકાંડ : રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને સરકારને લીધી આડે હાથ, કહ્યું “બાપુ અને સરદારની ધરતી પર આવી ઘટના ખૂબ ચિંતાજનક”

બોટાદના (Botad ) બરવાળાના રોજિદ ગામે સર્જાયેલા ઝેરી દારૂકાંડ (Hooch Tragedy) માં અત્યાર સુધીમાં 43 લોકો મોતને ભેટ્યા છે, જ્યારે અનેક લોકો સારવાર હેઠળ છે.

ઝેરી દારૂકાંડ : રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને સરકારને લીધી આડે હાથ, કહ્યું બાપુ અને સરદારની ધરતી પર આવી ઘટના ખૂબ ચિંતાજનક
Rahul gandhi lashes out gujarat govt
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2022 | 11:55 AM

બોટાદ ઝેરી દારૂકાંડમાં (Boatd hooch tragedy) અત્યાર સુધીમાં 43 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. હજુ પણ અનેક લોકો હોસ્પિટલના બિછાને સારવાર હેઠળ છે બીજી બાજુઆ ઝેરી દારૂકાંડને લઈને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (Harsh sanghavi) ન્યાયની ખાતરી આપી છે, ત્યારે આ મુદ્દે હવે રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ટ્વિટ કરીને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેણે લખ્યું કે, ડ્રાઇ સ્ટેટ ગુજરાતમાં દારૂને કારણે અનેક ઘર ઉજડી ગયા, ગુજરાતમાંથી (Gujarat) સતત અબજો રૂપિયાનું ડ્રગ્સ મળી રહ્યું છે. બાપુ અને સરદારની ધરતી પર આવી ઘટના ખૂબ ચિંતાજનક બાબત છે. નશાનો બેરોકટોક વેપાર કરનારા કોણ લોકો છે ? આ માફિયાઓને કઇ સત્તાધારી તાકાત સંરક્ષણ આપી રહી છે ?

બરવાળા અદાલતે સાત આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

બોટાદના (Botad )બરવાળાના રોજિદ ગામે સર્જાયેલા ઝેરી દારૂકાંડ (Hooch Tragedy)ની ઘટનામાં પોલીસે 15 આરોપીની ધરપકડ કરી છે. જેમાંથી બે મુખ્ય આરોપીને પોલીસે બુધવારે અદાલતમાં રજૂ કરી રિમાન્ડ (Remand) મેળવ્યા હતા. જયારે બોટાદ-બરવાળા ઝેરી દારૂ કાંડના કેસમાં પોલીસે વધુ 7 આરોપીઓને અદાલતમાં રજૂ કર્યા હતા. જેમાં બરવાળા પોલીસે 7 આરોપીઓને અદાલતમાં રજૂ કરી 10 દિવસમાં રિમાન્ડ માંગ્યા હતા. જેમાં બરવાળા કોર્ટે આરોપીઓના 4 દિવસમાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ તમામ આરોપીઓ પર  મિથેનોલ આપ્યો હોવાનો આરોપ છે.

બરવાળા ઝેરી દારૂકાંડમાં ગૃહવિભાગે મોટી કાર્યવાહી કરી

બરવાળા ઝેરી દારૂકાંડમાં ગૃહવિભાગે મોટી કાર્યવાહી કરી છે.બોટાદના એસપી કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્ર યાદવની બદલી કરવામાં આવી છે.જ્યારે બોટાદના DySP એસ.કે.ત્રિવેદી અને ધોળકાના DySP એન.વી.પટેલને સસ્પેન્ડ કરાયા છે.તે જ રીતે બરવાળા PSI બી.જી.વાળા, રાણપુર PSI શૈલેન્દ્રસિંહ રાણા અને ધંધુકાના PI કે.પી.જાડેજા વિરૂદ્ધ સસ્પેન્શનના પગલાં લેવાયા છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">