BOTAD : હોળી-ધૂળેટી નિમિતે સાળંગપુર હનુમાનજીને વિશેષ શણગાર, ભાવિકોએ લીધો દર્શનનો લ્હાવો

BOTAD : સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાને હોળી નિમિતે વિશેષ શણગાર કરવામાં આવ્યો. હનુમાનજી દાદાને ફૂલો અને કલરનો અદભુત શણગાર કરાયો. શણગારના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

BOTAD : હોળી-ધૂળેટી નિમિતે સાળંગપુર હનુમાનજીને વિશેષ શણગાર, ભાવિકોએ લીધો દર્શનનો લ્હાવો
સાળંગપુર હનુમાનજી

BOTAD : સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાને હોળી નિમિતે વિશેષ શણગાર કરવામાં આવ્યો. હનુમાનજી દાદાને ફૂલો અને કલરનો અદભુત શણગાર કરાયો. શણગારના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મદિર જ્યાં દેશવિદેશથી હરીભક્તો દર્શન માટે આવતા હોઈ છે. તેમજ કહેવાય છે કે, શ્રધ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. જ્યાં સાળંગપુર મંદિરે રોજના ખુબજ મોટી સખ્યામાં હરીભક્તો દર્શન માટે આવતા હોય છે. તેમજ હનુમાનજી મદિરે અલગ અલગ તહેવાર કે પછી શનિવાર હોય ત્યારે અન્નકૂટ સહિત અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. ત્યારે આજે હોળી નિમિતે હનુમાનજી દાદાને ફૂલોનો અને કલરનો અદભૂત શણગાર કરાયો હતો. તો બીજી તરફ દાદાના શણગાર સાથેના દર્શન કરી હરીભક્તોએ પણ ધન્યતા અનુભવી હતી.

કષ્ટભંજન હનુમાનજી મહારાજ આજ રોજ વિશેષ ધૂળેટીના તહેવાર નિમિતે બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ પ્રસિધ્ધ યાત્રાધામ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે કષ્ટભંજન હનુમાનજી મહારાજને અવનવા રંગો અને પિચકારીઓ સાથેનો ભવ્ય અને દિવ્ય શણગાર સજાવવામાં આવ્યા હતો.

હજારો હરિભક્તોએ રૂબરૂ ધૂળેટીના તહેવારમાં દાદાના વિશેષ શણગારનાં દર્શન કર્યા

આજે સવારે આરતીના દર્શન કરી ભાવિ ભક્તો ધન્યતા અનુભવી હતી. કષ્ટભંજન હનુમાનજી મહારાજ ધૂળેટીના રંગે રંગાયા મંદિરના ગર્ભ ગૃહને અવનવા ભાતભાતના કલરના પુષ્પથી સુંદર શણગાર સજાવવામાં આવ્યા છે. અવનવા રંગબેરંગી રંગો અને પિચકારીઓથી કષ્ટભંજન હનુમાનજી મહારાજને સુંદર શણગાર સજાવવામાં આવ્યા છે. સમગ્ર મંદિર પરિસર હોળી-ધૂળેટીના તહેવાર નિમિતે વિશેષ શણગાર સજાવાયા હતો. જેમાં દેશ-વિદેશના લાખો હરિ ભક્તોએ ઓનલાઈન દર્શન કર્યા હતા. જ્યારે હજારો હરિ ભક્તોએ રૂબરૂ ધૂળેટીના તહેવારમાં દાદાના વિશેષ શણગારનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.