BOTAD : રાણપુરમાં જુગારધામ પકડાતા ભાવનગર રેન્જ IGએ રાણપુર પોલીસ સ્ટેશનના PSIને સસ્પેન્ડ કર્યા

છેલ્લા કેટલાક સમયથી ચાલતા આ જૂગારધામ સામે આંખ આડા કાન કરી બેદરકારી દાખવવા બદલ PSIને ફરજ મોકૂફ કરાયા છે. PSIને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ચર્ચાઓ ઉઠી હતી.

TV9 GUJARATI

| Edited By: Nakulsinh Gohil

Aug 10, 2021 | 9:19 AM

BOTAD : બોટાદના રાણપુરમાં જુગારધામ પકડાવાના કેસમાં રાણપુર પોલીસના PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અણીયાળી ગામે ક્રાઈમ બ્રાંચની ટીમે જુગારધામ પર દરોડો પાડ્યો હતો. દરમિયાન સ્થાનિક પોલીસ નિંદ્રામાં રહેતા ભાવનગર રેન્જ IGએ રાણપુર પોલીસના PSI આર. સી. ધુમ્મડને સસ્પેન્ડ કર્યા છે. ક્રાઈમ બ્રાંચની ટીમે 23 જુગારીઓની રૂપિયા 8. 86 લાખના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. છેલ્લા કેટલાક સમયથી ચાલતા આ જૂગારધામ સામે આંખ આડા કાન કરી બેદરકારી દાખવવા બદલ PSIને ફરજ મોકૂફ કરાયા છે. PSIને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ચર્ચાઓ ઉઠી હતી.

આ પણ વાંચો : GUJARAT : 15 ઓગષ્ટથી BJPની રાજ્યવ્યાપી જન આશીર્વાદ યાત્રા, જે.પી.નડ્ડા સહીત ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓ યાત્રામાં જોડાશે

આ પણ વાંચો : VADODARA : કાયદાઓ માત્ર જનતા માટે, ભાજપ કાર્યકરે રાત્રે કર્ફ્યુમાં જાહેરમાં તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati