Botad: આધેડને અચાનક બાથમાં ભરી લઈ મળતિયાએ મોબાઈલમાં ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી 15 લાખ માગ્યા, પોલીસે 5ને પકડી પાડ્યા

સાત લોકોએ ષડયંત્ર કરી સાવરકુંડલાની મહિલાએ આધેડ સાથે અશ્લિલ ફોટા પાડ્યા હતા ત્યાર બાદ અશ્લિલ ફોટા વાઈરલ કરવા તેમજ દુષ્કર્મની ફરીયાદ દાખલ કરવાની ધમકી આપી 15 લાખની ખંડણી માગી હતી.

Botad: આધેડને અચાનક બાથમાં ભરી લઈ મળતિયાએ મોબાઈલમાં ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી 15 લાખ માગ્યા, પોલીસે 5ને પકડી પાડ્યા
હની ટ્રેપમાં ફસાવનાર 5ની ધરપકડ કરવામાં આવી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 8:57 AM

બોટાદ (Botad) ના ગઢડાના ખોપાળા ગામે એક આધેડને હની ટ્રેપ (Honey Trap) માં ફસાવવાની ઘટના બની છે. જેમાં આધેડ પાસેથી 10 હજાર રૂપિયા પડાવી લઈ 15 લાખની ખંડણી (Ransom) માગતા 7 આરોપીમાંથી 5ની ધરપકડ (arrest) કરવામાં આવી છે. સાત લોકોએ ષડયંત્ર કરી સાવરકુંડલાની મહિલાએ આધેડ સાથે અશ્લિલ ફોટા પાડ્યા હતા ત્યાર બાદ અશ્લિલ ફોટા વાઈરલ કરવા તેમજ દુષ્કર્મની ફરીયાદ દાખલ કરવાની ધમકી આપી હતી. આધેડે પાસથી વધુ રૂપિયા માગી ધમકી આપતાં તેણે પોલીસનાં તેને હની ટ્રેપમાં ફસાવી બ્લેક મેઈલ કરવાની એક મહિલા સહિત 7 શખ્સ સામે ફરીયાદ નોધાવી હતી. ગઢડા પોલીસ (Police)  હની ટ્રેપના 7 પૈકી મહિલા સહિત ૫ આરોપીની ધરપકડ કરી હતી જ્યારે બે ફરાર થઈ ગયા હતા જેને ઝડપવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ખોપાળા ગામે રહેતા અરમશીભાઇ રામજીભાઇ માણીયા નામના 52 વર્ષના પટેલ પ્રૌઢે તેના જ ગામના ધુડા ભોપા પરમાર, લાખા ભીમજી પરમાર, ભાવનગર ફુલસરના પરેશ કાના અલગોતર, મહુવા પાસેના મોટા ખુટવડાના રણજીત શંભુ ચૌહાણ, સાવરકુંડલાના પ્રતાપ ભીમ વાળા, રાજગકોટના આફરીદ હબીબ ચૌહાણ અને રેખાબેન હિતેશ ઝાપડા સામે મહિલા સાથેના ફોટા વાયરલ કરવાની ધમકી દઇ બળાત્કારના ગુનામાં ફીટ કરાવવાનું કહી બ્લેક મેઇલીંગ કરી બળજબરીથી રૂા.10 હજાર પડાવી રૂા.15 લાખ વસુલ કરવા અવાર નવાર ધમકી દીધા અંગેની બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અમરશીભાઇ પટેલ ગત તા.22-2-22ના રોજ પોતાના ખેતરે હતા ત્યારે રાત્રે સાડા દસ વાગે એક અજાણી મહિલા આવી પોતે ભુલી પડી હોવાનું કહી મુકી જવા અંગે અજાણવતા પોતે ખેતરની ઓરડીમાં બેટરી લેવા ગયા તે દરમિયાન મહિલાએ અમરશીભાઇ પટેલને બથ ભરી લીધી હતી અને તેની સાથેના અજાણ્યા શખ્સે મોબાઇલમાં ફોટા પાડી લીધા હતા. થોડી વારમાં પોતાના ગામના ધુડા ભોપા પરમાર અને લાખા ભીમજી પરમાર આવી ગયા હતા તેઓ કહેવા લાગ્યા હતા કે, ‘કાકા તમારે આ ઉંમરે આ કરવાનું’ ત્યાર બાદ બધી વાત ત્યાં જ પુરી કરવા માટે રૂા.15 લાખની માગણી કરી બળજબરીથી રૂા.10 હજાર પડાવી લીધા હતા. તેમજ તેની સાથે રહેલા અન્ય શખ્સોની ઓળખાણ કરાવી હતી જેમાં પોતાને બથ ભરનાર મહિલા રાજકોટની રેખા હિતેશ ઝાપડા હોવાનું જાણવા મળ્યું હતું.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

બે દિવસ બાદ ધુડા ભોપા પરમાર પોતાના ઘરે આવી રૂા.15 લાખની માગણી કરી બળાત્કારના ગુનમાં ફીટ કરવાની અને પોતાના મોટા ભાઇને બધી વાત કરવાનું કહેતા અમરશીભાઇ પટેલ સમાજમાં આબરૂ જવાના ડરથી પોતાનું ગામ છોડી ગઢડા, ઢસા, વિછીંયા, જૂનાગઢ અને ચોટીલા જતા રહ્યા બાદ એકાદ માસ બાદ માંડવધાર ગામે રહેતા પોતાના મિત્ર પ્રવિણભાઇ પટેલને બધી વાત કરતા તેને હિમત આપી પરિવારને જાણ કરી પોલીસમાં ફરિયાદ નોંધાવવા સમજાવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. ગઢડા પી.એસ. આઇ. આર.બી.કરમટીયા સહિતના સ્ટાફે સાતેય શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

આ પણ વાંચોઃ Ahmedabad: 12 વર્ષ પહેલાં નાના કાર્યક્રમથી શરૂ કરાયેલી ‘વીરાંજલી’એ આજે સમગ્ર અમદાવાદને મંત્રમુગ્ધ કરી દીધું

આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ આજે ગુજરાતના પ્રવાસે, સવારે 11 વાગ્યે વિધાનસભામાં સંબોધન કરશે, ગૃહમાં શિસ્ત જાળવવા સુચના

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">