Botad: આઉટ સોર્સિંગ કર્મચારીઓમાં સમાનકામ સમાન વેતનને લઈને અસંતોષ, નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપીને કરી રજુઆત

બોટાદના જિલ્લામાં (Botad News) કોન્ટ્રાક્ટ સિસ્ટમ, આઉટ સોર્સિંગ તેમજ રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા સમાનકામ સમાનવેતનની મુખ્ય માંગ સાથે બોટાદ જિલ્લા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવેલુ હતું.

Botad: આઉટ સોર્સિંગ કર્મચારીઓમાં સમાનકામ સમાન વેતનને લઈને અસંતોષ, નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપીને કરી રજુઆત
બોટાદમાં આઉટ સોર્સિંગ કર્મચારીઓમાં રોષ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 3:37 PM

વિવિધ સંસ્થાઓ તેમજ સરકારી ઓફીસોમાં જરૂરીયાત પ્રમાણે આઉટ સોર્સિંગથી કરાર આધારિત ભરતી કરવામાં આવતી હોય છે. પરંતુ મળતી માહીતી મુજબ, તેમને કોઈ પણ સરકારી ભથ્થાનો લાભ આપવામાં આવતો હોતો નથી, ત્યારે આવા જ કેટલાક મુદ્દાને લઈને બોટાદના જિલ્લા (Botad News) કલેકટર કચેરી તેમજ જિલ્લા પંચાયત તેમજ અન્ય સરકારી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ જેવા કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ, આઉટ સોર્સિંગ તેમજ રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા સમાનકામ સમાનવેતનની મુખ્ય માંગ સાથે બોટાદ જિલ્લા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવેલુ હતું.

શું છે તેમની માંગણીઓ

સરકારી કર્મચારીઓને જે લાભો આપવામાં આવે છે તે મુજબ આ કર્મચારીઓને પણ લાભો આપવામાં આવે. ખાસ કરીને જે વેતનની અસમાનતા છે તેને દુર કરવામાં આવે. આ ઉપરાંત નોકરીની સુરક્ષાને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે આ કર્મચારીઓને તેમની નોકરીને લઈને બાંહેધારી આપવામાં આવે. તેમજ સરકાર આ કર્મચારીઓની વેદના સાંભળે તેવી રજુઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે જીલ્લાના વિવિધ વિભાગના કર્મચારીઓ કે જેમની ભરતી આઉટ સોર્સિંગથી થઈ છે. જે કોન્ટ્રાક્ટ સિસ્ટમથી તેમજ રોજમદાર તરીકે કામ કરી રહ્યા છે તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે નાયબ કલેક્ટરને આવેદન આપ્યુ હતું.

પગાર વધારાને લઈને થયુ હતું મનરેગાના કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન

ઉલ્લેખનીય છે કે, થોડા દીવસ પહેલા બોટાદ જીલ્લામાં મનરેગાના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બોટાદ જીલ્લાના મનરેગાના કર્મચારીઓનાં 6 વર્ષથી પગાર ન વધારવામાં આવતા બોટાદ ડી.ડી.ઓ.ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો બે દિવસમાં પ્રશ્નોનું નીરાકરણ નહી આવે તો કર્મચારીઓએ હડતાળ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

બેરોજગાર લોકોને રોજગારી આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલી મનરેગા યોજનાના કરાર આધારિત કર્મચારીઓના પગારમાં છેલ્લા છ વર્ષથી વધારો કરવામાં આવ્યો નથી. તેમજ વારંવાર રજુઆત છતા તેમની કોઈ માંગણી પુરી કરવામાં આવી નથી. ત્યારે બોટાદ જિલ્લાના મનરેગા યોજનાના કર્મચારીઓએ બોટાદ જીલ્લા વીકાસ અધિકારી અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને આવેદનપત્ર આપીને વધુ માંગણીઓ પુરી કરવામા આવે તેવો વધુ એક વખત પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ કર્મચારીઓએ આ વખતે હડતાળની ચીમકી પણ ઉચ્ચારી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">