સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઇને બોટાદ પોલીસ સતર્ક, વાહનોનું ચેકિંગ હાથ ધરાયું
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીને લઇને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેના ભાગરૂપે બોટાદ જિલ્લા પોલિસ એક્શન મોડમાં આવી છે.
Gujarat : સ્થાનિક સ્વરાજયની ચુંટણીને લઇને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેમાં 6 મહાનગરપાલિકા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીઓ પણ યોજાવવાની છે. જેને પગલે ચુંટણીપંચ દ્વારા ચુંટણી યોજાનારા વિસ્તારમાં આદર્શ આચારસંહિતા પણ લાગુ કરી દીધી છે. જેના ભાગરૂપે બોટાદ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે. બોટાદ પોલીસ દ્વારા વાહનોનું કડડ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમજ 6 ચેકપોસ્ટ બનાવીને આવતા જતાં વાહનોની તપાસ અને મુસાફરોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
Latest Videos
Latest News