બોટાદની બરવાળા ચોકડી નજીક અકસ્માત સર્જાતા કુલ 3 લોકોના મોત નિપજ્યા છે. પોલીસની જીપ અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યુ હતુ. ત્યારે અન્ય બે લોકોનું સારવાર દરમિયાન મોત થતા મૃત્યુઆંક 3 પર પહોંચ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જ્યારે અકસ્માતની ઘટનામાં અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે બોટાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગમખ્વાર અકસ્માત એટલો જોરદાર હતો કે રીક્ષાના કચ્ચરઘાણ નીકળી ગયા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો