Rajkot: દારુ ભરેલી કારનો થયો અકસમાત, પછી લોકો એમ તૂટી પડ્યા જાણે ગોળ માથે કીડીઓ, જુઓ વિડીયો

રાજકોટ-પોરબંદર હાઇવે પર દારૂની હેરફેર કરતા બુટલેગરોને અક્સમાત નડ્યો. દારુ લઈને જતી કારનો અકસ્માત થતા રસ્તા પર દારૂની નદીઓ વહેવા લાગી હતી. બાદમાં દરુલેવા લોકોએ પડાપડી કરી હતી.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Sep 19, 2021 | 6:48 PM

રાજ્યમાં દારૂબંધી છતા બુટલેગરો બેફામ છે. દારુ પાર્ટી સાથે નબીરા અને દારૂની હેરફેર કરતા બુટલેગરો પકડાયાના અહેવાલ અવાન નવાર આવતા હોય છે. રાજ્યમાં બુટલેગરોને (Bootlegger) કોઈ ડર ન હોવાનું માલુમ પડી રહ્યું છે અને તેઓ દારૂની ખુલ્લેઆમ હેરફેર કરી રહ્યા છે. કઇંક આવી જ હેરફેરનો પર્દાફાશ રાજકોટ-પોરબંદર (Rajkot-Porbandar) હાઇવે પર થયો છે. આ વખતે ઘટના થોડી અલગ બની છે. આ હાઈવે પર દારૂની હેરફેર કરતા બુટલેગરોને અક્સમાત (Accident) નડ્યો. દારુ લઈને જતી કારનો અકસ્માત થતા રસ્તા પર દારૂની નદીઓ વહેવા લાગી હતી.

જોવા જેવી તો હવે થાત છે. આ અકસ્માત ગુંદાળા ગામ નજીક થયો હતો. અકસ્માત બાદ સ્થાનિકો અને રસ્તે જતા વાહનચાલકોએ દારૂની રીતસર લૂંટ મચાવી. જેના હાથમાં જેટલી બોટલ આવી તેટલી લઇને ચાલતી પકડી. વિડીયોમાં જોવા મળી રહ્યું છે એમ લોકોએ મન મુકીને દારૂની લૂંટ ચલાવી. કોઇએ બે બોટલ, તો કોઇએ આખે આખી દારૂની પેટીની ઉઠાંતરી કરી. જેટલી હાથમાં આવે તેટલી બોટલ ઉઠાવીને લોકોએ દોટ જ મૂકી છે. દારૂ પણ આજકાલ મોંઘો થયો છે ત્યારે મફતમાં અલગ અલગ બ્રાંડનો અંગ્રેજી દારૂ મળે તો પછી બીજું શું જોઇએ? આવી માનસિકતા ધરાવતા લોકો આ વિડીયોમાં જોવા મળી રહ્યા છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે કારના નંબર આધારે તપાસ શરૂ કરી છે.

 

 

આ પણ વાંચો: Bharuch: અંકલેશ્વરમાં ચેઈન સ્નેચિંગનો પ્રયાસ, સમગ્ર ઘટના CCTV માં કેદ, જુઓ વિડીયો

આ પણ વાંચો: ખેડૂતો માટે સારા સમાચાર, રાજ્યની નવી સરકારે પાક નુકસાની સામે બમણું વળતર આપવાની જોગવાઈ કરી

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati