કાળા સોનાનો કાળો કારોબાર : સ્થાનિકોના જીવ જોખમમાં મૂકી ક્રૂડ ચોરી કરતી ટોળકી ઝડપાઈ , ONGC ના પૂર્વકર્મીની સંડોવણીથી 25 લાખ લીટર ક્રૂડની ચોરી કરાઈ

ભરૂચ જિલ્લો ખનીજ તેલના વિશાળ સમુદ્ર ઉપર તરતા ટાપુ સમાન છે. ભરૂચનાં અંકલેશ્વર, વાગરાઅને જંબુસરની જમીનના પેટાળમાં અઢળક ક્રૂડ સમાયેલું છે.

કાળા સોનાનો કાળો કારોબાર : સ્થાનિકોના જીવ જોખમમાં મૂકી ક્રૂડ ચોરી કરતી ટોળકી ઝડપાઈ , ONGC ના પૂર્વકર્મીની સંડોવણીથી 25 લાખ લીટર ક્રૂડની ચોરી કરાઈ
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ક્રૂડચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે.
Follow Us:
| Updated on: May 29, 2021 | 7:23 PM

ભરૂચ જિલ્લો ખનીજ તેલના વિશાળ સમુદ્ર ઉપર તરતા ટાપુ સમાન છે. ભરૂચનાં અંકલેશ્વર, વાગરાઅને જંબુસરની જમીનના પેટાળમાં અઢળક ક્રૂડ સમાયેલું છે. ONGC વેલ દ્વારા આ કુવાઓમાંથી ક્રૂડ મેળવી તેને રિફાઇનરીમાં મોકલે છે. જંબુસરમાં ક્રૂડની પાઈપલાઈનમાં છેદ કરી ચાલતા કાળા સોનાના કાળા કારોબાર ઉપર ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે છાપો મારી ૨ શખ્સોને ઝડપી પડ્યા છે જયારે રેકેટમાં સંડોવાયેલા ૯ શકશો ફરાર થઇ ગયા હતા.

ક્રૂડની ચોરી કરવા સ્થાનિકોના જીવ જોખમમાં મુકાયા ઓઇલ ચોરોએ જે ONGC ની હાઈ પ્રેસર પાઈપલાઈનમાં છેદ કરી તેમાંથી ચોરી શરૂ કરી હતી. પાઈપમાં છેદ કરવા એ ચોરી કરવા માટે સ્થાનિકોના જીવ જોખમમાં મુકાયા હતા. આ પાઈપલાઈનમાં ઓઇલ એટલા દબાણથી વહન થતું હોય છે કે જયારે ટોળકીએ પેહલીવાર છેલ કર્યો ત્યારે ક્રૂડ ૧૦૦ ફુટ સુધી ઉપર ઉડ્યું હતું. આ દબાણે વહેતા ક્રૂડમાં જો આગની ઘટના કે વિસ્ફોટ થાય તો સ્થાનિકો માટે મુશ્કેલી નોતરી શકે તેમ હતી.

ONGC ના પૂર્વ કર્મચારી ઇકબાલભાઈ પટેલની સંડોવણી  ભરૂચ કરાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર જે એન ઝાલાની ટીમે જંબુસરમાં ઓઇલ ચોરીના વેપલાને ઝડપી પાડ્યું ત્યારે સ્થાનિક સાગરીતો ઝડપાયા જેમની માહિતીના આધારે મુખ્ય સુત્રધાર ઇકબાલ પટેલ અને ઇમરાન પઠાણ મુખ્ય સ્ત્રધાર હોવાનું જાણવા મળ્યું હતું. ઇકબાલ ONGC નો પૂર્વ કર્મચારી છે જે અગાઉ સર્વેયરનું કામ કરી ચુક્યો છે જેને ongc ના આખા નેટવર્કની જાણ હતી

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

૨૫ થી ૩૦ લાખ લીટર ક્રૂડ ચોરી કરાયાનું અનુમાન ભરૂચના ઇન્ચાર્જ ડીવાયએસપી એમ પી ભોજાણીએ જણાવ્યું હતું કે વેપલો ફેબ્રુઆરીથી ચાલતો હતો જેમાંથી અત્યારસુધીમાં ૨૫ થી ૩૦ લાખ લીટર ક્રૂડ ચોરી કરાયાનું અનુમાન છે. ટોળકી સપ્તાહમાં બે વખત પંક્ચર ઉપર વાલ્વ લગાવી ટેકનર ભરતી હતી.

ગુનામાં સંડોવાયેલ આરોપીઓના નામ

ઝડપાયેલ આરોપી ઇકબાલભાઈ ઈસ્માઈલભાઈ પટેલ રહે ખાનપુર, જંબુસર જાવિદભાઈ ઉર્ફે લખું ગુલાબમભાઈ પટેલ રહે, જંબુસર

ફરાર આરોપી ઇમરાનખાન રહીમખાન પઠાણ રહે, મંડાલી, મહેસાણા ઇકબાલમિયા ગોરામિયા સૈયદ રહે, જોટાણા, મહેસાણા ઇમ્તિયાઝ સંજયભાઈ લક્ષ્મણભાઇ નાદિયા રહે, મંડાલી, મહેસાણા અલાઉદ્દીન રહે, મહેસાણા કૈયુમ હસનખાણ પઠાણ રહે, મંડાલી, મહેસાણા અસલમખાન મુસ્તુફાખાન પઠાણ રહે. મંડાલી, મહેસાણા એન. ડી. સાકીબ સાદિક પટેલ રહે, ખાનપુર, જંબુસ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">