અમદાવાદની પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, ​​​ચાંદખેડા-ઈસનપુર વોર્ડમાં ભાજપની જીત

ચાંદખેડા વોર્ડમાં ભાજપમાંથી રીના પટેલ જ્યારે કોંગ્રેસમાંથી દિવ્યા રોહિત વચ્ચે મુખ્ય જંગ હતી. તેમજ ઇસનપુર વોર્ડમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર સ્વ.ગૌતમ પટેલના પુત્ર મૌલિક પટેલને ટીકીટ મળી હતી. જ્યારે કોંગ્રેસે ભાવેશ દેસાઈને મેદાનમાં ઉતાર્યા હતા.

અમદાવાદની પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, ​​​ચાંદખેડા-ઈસનપુર વોર્ડમાં ભાજપની જીત
BJP's saffron fluttered in Ahmedabad by-election
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 1:35 PM

રવિવારે અમદાવાદના ચાંદખેડા અને ઈસનપુર વોર્ડમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભગવો લહેરાયો છે. બંને વોર્ડમાં ભાજપના કોર્પોરેટરોની જીત થઈ છે. જેમાં ઈસનપુર વોર્ડમાં ભાજપના મૌલિક પટેલ તથા ચાંદખેડા વોર્ડમાં ભાજપના રીટાબેન પટેલની જીત થઈ છે. નોંધનીય છે કે, એક કોર્પોરેટરે રાજીનામું આપતા અને એક કોર્પોરેટરનું અવસાન થતાં આ બંને સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી.

બંને વોર્ડમાં સરેરાશ 22 ટકા મતદાન થયું હતું રવિવારે થયેલા મતદાનમાં ચૂંટણી પંચ મુજબ આ બંને વોર્ડની ચૂંટણીમાં સરેરાશ 22 ટકા મતદાન થયું હતું. જેમાં ઈસનપુર વોર્ડમાં 23.60 ટકા જ્યારે ચાંદખેડા વોર્ડમાં 20.32 ટકા મતદાન નોંધાયું હતું. આ બંને વોર્ડની સીટો પર ઈસનપુરમાં 3 અને ચાંદખેડામાં 4 ઉમેદવાર મેદાનમાં હતા.

ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે હતી જંગ ચાંદખેડા વોર્ડમાં ભાજપમાંથી રીના પટેલ જ્યારે કોંગ્રેસમાંથી દિવ્યા રોહિત વચ્ચે મુખ્ય જંગ હતી. તેમજ ઇસનપુર વોર્ડમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર સ્વ.ગૌતમ પટેલના પુત્ર મૌલિક પટેલને ટીકીટ મળી હતી. જ્યારે કોંગ્રેસે ભાવેશ દેસાઈને મેદાનમાં ઉતાર્યા હતા.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ચાંદખેડા અને ઈસનપુર વોર્ડમાં ચૂંટાયેલા કોર્પોરેટરે રાજીનામું આપતા અને એક કોર્પોરેટરનું અવસાન થતાં બંને સીટ પર પેટાચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ચાંદખેડાની સીટ માટે રવિવારે વહેલી સવારથી જ મતદારોનો ધસારો જોવા મળ્યો હતો. ચાંદખેડા વોર્ડના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રીટાબેન પટેલે દુન બ્લોસમ સ્કૂલમાં પોતાના પરિવારના સભ્યો સાથે મતદાન કર્યું હતું.

ચાંદખેડામાં 24 કેન્દ્રો પર મતદાન થયું હતું ચાંદખેડા વોર્ડમાં રવિવારે સવારે 7 વાગ્યાથી જ અલગ અલગ 24 કેન્દ્રો પર મતદાન શરૂ થયું હતું. ધીમે ધારે શરૂ થયેલ મતદાને 9 વાગ્યા સુધી ઝડપ પકડી હતી અને મોટા ભાગના કેન્દ્રો પર મોટી સંખ્યામાં મતદારો જોવા મળ્યા હતા. મતદાન કેન્દ્રોમાં કોરોનાની તમામ ગાઈડ લાઈનનું પાલન પણ કરાવવામાં આવ્યું હતું.

ગત ચૂંટણીમાં ઈસનપુરમાં 41 ટકા જેટલું મતદાન થયું ઇસનપુરમાં કોર્પોરેટર ગૌતમ પટેલના અવસાનથી ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે આ બેઠક પર 100686 મતદારોએ તેમનું ભાવિ નક્કી કર્યું છે. જેમાં 51997 પુરૂષો અને 48689 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, ગત ચૂંટણીમાં ઇસનપુરમાં 41.98 ટકા જેટલું મતદાન થયું હતું.

આ પણ વાંચો : સ્થાનિક પેટા ચૂંટણીના પરિણામો જાહેર, કયાં ભાજપની થઇ જીત ? કયાં કોંગ્રેસના સૂપડા થયા સાફ ? તમામ પરિણામો પર એક નજર કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">