ભાજપનો કાર્યકર ચુંટણી માટે તૈયાર, અમે ડંકાની ચોટ પર જીતીશું : સી.આર.પાટીલ

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓની આજે જાહેરાત કરાઇ છે. સુરતમાં BJP અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું છે કે આ ચુંટણી માટે BJP ના કાર્યકર્તાઓ તૈયાર છે.

  • tv9 webdesk33
  • Published On - 18:18 PM, 23 Jan 2021
CR Patil LIVE: 6 મહાનગરપાલિકા માટે ભાજપનાં ઉમેદવારોની જાહેરાત

ગુજરાતના ચુંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓની આજે જાહેરાત કરવામાં આવી છે. તેવા સમયે સુરતમાં BJP અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું છે કે આ ચુંટણી માટે BJP ના કાર્યકર્તાઓ તૈયાર છે. તેમજ અમે ડંકા ની ચોટે જીત મેળવીશું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ સારા કામો કર્યા છે. અમે લોકોએ વિકાસના જે કામો કર્યા છે તેને લઈને મતદારો પાસે અમે જઈશું. તેમજ અમને વિશ્વાસ છે અમે આ વખતની ચૂંટણી જીતીશુ. આખા ગુજરાત માં ભારતીય જનતા પાર્ટીનો ડંકો વાગશે. અમે લોકો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસ ના કામો લઈ મતદારો પાસે જઈશું. તેમજ મતદારોનો વિશ્વાસ અને ભરોસો અમારી પાસે છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યનીયોજાનારી ચુંટણીની તારીખ જાહેર કરવામાં આવી રહી છે. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં 21 ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકા 28 ફેબ્રુઆરીના રોજ અને નગરપાલિકા અને પંચાયતની ચુંટણી યોજાશે.ગુજરાતમાં 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા ,31 જિલ્લા પંચાયતો અને 232 તાલુકા પંચાયતઓની ચુંટણી યોજાશે.