ગુજરાતમાં સભાઓ યોજવા માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી બનાવવાની કવાયત હાથ ધરી, જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી કોની છે સૌથી વધારે ડિમાન્ડ?

ગુજરાતમાં હવે ઉમેદવારીની પસંદગી પ્રક્રિયા બાદ પ્રચાર અભિયાન માટે સ્ટાર પ્રચારકોની યાદી બનાવવાની શરુઆત કરી દેવાઇ છે. ભાજપે જિલ્લા પ્રમુખો અને લોકસભા ઇન્ચાર્જો પાસેથી પ્રચારકોની સભાઓ માટે હવે યાદી મગાવવાની શરુઆત કરી છે. જેમાં કયા વિસ્તારમાં કયો નેતા પ્રભાવી રહી શકશે તેને લઇને પણ ચર્ચા શરુ ગઇ છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી […]

ગુજરાતમાં સભાઓ યોજવા માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી બનાવવાની કવાયત હાથ ધરી, જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી કોની છે સૌથી વધારે ડિમાન્ડ?
Follow Us:
Anil Kumar
| Edited By: | Updated on: Mar 22, 2019 | 6:53 AM

ગુજરાતમાં હવે ઉમેદવારીની પસંદગી પ્રક્રિયા બાદ પ્રચાર અભિયાન માટે સ્ટાર પ્રચારકોની યાદી બનાવવાની શરુઆત કરી દેવાઇ છે. ભાજપે જિલ્લા પ્રમુખો અને લોકસભા ઇન્ચાર્જો પાસેથી પ્રચારકોની સભાઓ માટે હવે યાદી મગાવવાની શરુઆત કરી છે.

જેમાં કયા વિસ્તારમાં કયો નેતા પ્રભાવી રહી શકશે તેને લઇને પણ ચર્ચા શરુ ગઇ છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તો શહેરી વિસ્તારોમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથની માગ વધી રહી છે.  તે સિવાય હેમા માલિની, ધર્મેન્દ્ર જેવા નેતાઓને બોલાવવામાં આવે તેવી માગ પણ ઉઠી છે. સંભાવના છે કે 40થી વધુ નેતાઓની યાદી હવે પાર્ટી ફાઇનલ કરવા જઇ રહી છે.

મોદી બાદ યોગીની સૌથી વધુ ડીમાન્ડ

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

ગુજરાતમાં જિલ્લા ભાજપ અને લોકસભા પ્રભારીઓ તરફથી આમ તો 2થી માંડીને 3 લોકસભા વચ્ચે વડા પ્રધાનની એક સભા કરાવવાનુ આયોજન થઇ રહ્યું છે, તો સંગઠનની કામગીરીને લઇને કાર્યકર્તા  પ્રમુખ સંમેલન માટે ભાજપના અધ્યક્ષ અમિત શાહની ડીમાન્ડ વધુ છે.  જેમાં આદિવાસી વિસ્તારો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અમિતશાહની સભાઓ ગોઠવવા માટે વધુ ડીમાન્ડ આવી રહી છે. આ બંનેની મળીને 16થી વધુ સભા ગોઠવાય તેવા આયોજન કરવાની ભાજપની રણનીતિ છે, ત્યારે યોગી આદિત્યનાથની ડીમાન્ડ વધુ છે. વધુમાં વિધાનસભા ચૂંટણી સહિત વિવિધ અવસરો ઉપર યોગી આદિત્યનાથ ગુજરાત આવતા રહે છે.

શિવરાજ સિંહ અને વસુંધરા રાજેની પણ ડીમાન્ડ

ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ પછી સૌથી વધુ ડીમાન્ડ યુપીના સીએમ યોગી આદિત્યનાથની છે. તેમને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધુ પ્રવાસ કરાવાય તેને લઇને માગ કરાઇ છે. તે સિવાય સ્મૃતિ ઇરાની, રાજ્ય વર્ધન સિંહ રાઠોડ, અનુરાગ ઠાકુર, પુરુષોત્તમ રુપાલા,હિન્દી ભાષીઓ માટે સાથે  મનોજ તિવારી, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ, મધ્યપ્રદેશના પુર્વ સીએમ શિવરાજ સિહ ચૌહાન,વસુંધરા રાજે, ધર્મેન્દ્ર,હેમા માલિની જેવા નેતાઓની માગ પણ વધી રહી છે.

સર્વે બાદ લેવાશે નિર્ણય

ભાજપના સુત્રો માનીએ તો હાલ પાર્ટી તમામ જિલ્લા અને લોકસભા સીટ પ્રમાણે સ્ટાર પ્રચારકોના અસર પ્રમાણે નામોની યાદી મગાવી રહી છે.  જેમાં વિધાનસભા ઇલેક્શન દરમિયાન કોણ સ્ટાર પ્રચારક ક્યા અસરદાર રહ્યો તેનો સર્વે પણ ધ્યાન લેવાયો છે. આ વખતે ભાજપ રાજસ્થાન,મધ્યપ્રદેશ, યુપી, બિહાર અને મહારાષ્ટ્રના સ્થાનિક નેતાઓને પણ બોલાવશે જેથી તેમના નેતાઓ સ્થાનિક મતદારોને આકર્ષી શકે.  એક અંદાજ મુજબ 40થી વધુ નેતાઓ ગુજરાતમા ઉતારવાનુ આયોજન છે જેથી કોઇ વર્ગ કે ભૌગોલિક વિસ્તાર બાકી ન રહી જાય,જેથી સર્વ બાદ જ યોગ્ય નિર્યણ લેવાશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">