BJP સાંસદ મનસુખ વસાવાએ શિક્ષણમંત્રીને શિક્ષણનું સ્તર કથળી રહ્યું હોવાનો પત્ર લખ્યો, ગુજરાતી IAS, IPS અને Class -1 ઓફિસરોની જૂજ સંખ્યા અંગે વ્યક્ત કરી ચિંતા

મનસુખ વસાવાએ પત્રમાં કહ્યું છે કે કેટલાક સરકારી એકમોમાં શિક્ષકોને કોન્ટ્રાક્ટરો તથા કારકુનો બનાવી દેવામાં આવ્યા છે, જેના કારણે પ્રાથમિકથી કોલેજ સુધીનું શિક્ષણ ગુણવત્તાવાળુ મળતું નથી. તેના કારણે આજે ગુજરાતમાં IAS અધિકારી , IPS અધિકારી તથા મોટા ઉધોગોમાં કી - પોસ્ટની ( મહત્વની જગ્યા પર ) ગુજરાતીઓ નોકરી મેળવી શકતા નથી.

BJP સાંસદ મનસુખ વસાવાએ શિક્ષણમંત્રીને શિક્ષણનું સ્તર કથળી રહ્યું હોવાનો પત્ર લખ્યો, ગુજરાતી IAS, IPS અને Class -1 ઓફિસરોની જૂજ સંખ્યા અંગે વ્યક્ત કરી ચિંતા
Mansukh Vasava -MP Bharuch
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 9:43 AM

ગુજરાતી વિધાર્થીઓ IAS, IPS કે નિગમોમાં MD સહીત ઉચ્ચ હોદ્દાઓ હાંસલ કરવામાં પાછળ પડવા માટે ભાજપના ભરૂચના વરિષ્ઠ સાંસદ MP મનસુખ વસાવાએ રાજ્યની શિક્ષણ રીતિનીતિને જવાબદાર ઠેરવી તેમાં જરૂરી સુધારા વધારા કરવા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સણસણતો પત્ર લખ્યો છે. ભારૂચના સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતની શિક્ષણ પદ્ધતિ સામે પ્રશ્નો ઉઠાવી તેમાં ફેરફાર કરવા રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહને પત્ર પાઠવ્યો છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

ભરૂચના સંસદે શિક્ષણમંત્રીને પત્રમાં જણાવ્યું છે કે ગુજરાતના શિક્ષણ જગતમાં નિમ્ન કક્ષાની ઘટનાઓ ઘટી રહી છે. આશરે 15 દિવસ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા થયેલ માટી કૌભાંડ બહાર આવ્યું અને માટી કૌભાંડ કરતાં પણ શરમથી માથું મૂકી જાય તેવી ઘટના દક્ષિણ ગુજરાતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ રૂપિયા 7500 માં દિલ્હીની ખાનગી સંસ્થા પાસેથી બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ ખરીદીયો હોવાનું સામે આવ્યું છે.

વસાવા એ કહ્યું કે કેટલાક ઉધોગપતિઓ તથા ધનાઢય લોકો મૂળ બિઝનેસની સાથે શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી રહ્યા છે. તેમને શિક્ષણ માટેનો પ્રેમ નથી, પરંતુ માત્રને માત્ર તેઓની બે નંબરી આવકમાંથી બચવા તથા CSR ફંડ સરકારમાં આપવાને બદલે જાતે જ શૈક્ષણિક સંસ્થાઓ તથા હોસ્પિટલો ઊભી કરી રહ્યા છે.

મનસુખ વસાવાએ પત્રમાં કહ્યું છે કે કેટલાક સરકારી એકમોમાં શિક્ષકોને કોન્ટ્રાક્ટરો તથા કારકુનો બનાવી દેવામાં આવ્યા છે, જેના કારણે પ્રાથમિકથી કોલેજ સુધીનું શિક્ષણ ગુણવત્તાવાળુ મળતું નથી. તેના કારણે આજે ગુજરાતમાં IAS અધિકારી , IPS અધિકારી તથા મોટા ઉધોગોમાં કી – પોસ્ટની ( મહત્વની જગ્યા પર ) ગુજરાતીઓ નોકરી મેળવી શકતા નથી.

ગુજરાતમાં બેંકો તથા કેન્દ્ર સરકારના ઘણા એકમોમાં ગુજરાતીઓ નહિવત સંખ્યામાં જોવા મળે છે. ગુજરાતમાં IAS , IPS , કંપનીના MD , GM , રાષ્ટ્રીયકૃત બેંકોના મેનેજરો , ONGC , રેલવે તથા ટેલિકોમ એકમો જેવા અન્ય કેન્દ્ર સરકારના સાહસોમાં માંડ 1 થી 5 ટકા ગુજરાતીઓ જોવા મળે છે. રાજ્યના વિદ્યાર્થીઓમાં અનેક પ્રકારની શક્તિઓ પડેલી છે પરંતુ વર્ષોથી શૈક્ષણિક સંસ્થાઓમાં જે પ્રકારે ધ્યાન આપવું જોઈએ તે પ્રકારે ધ્યાન અપાતું નથી.

પત્રમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાને સંબોધીને ભરૂચના MP મનસુખ વસાવાએ લખ્યું છે કે આપ ગુજરાતના શિક્ષણમંત્રી છો અને તમામ રીતે આપ સક્ષમ છો. ઘણા વર્ષોથી ગુજરાત સરકારના અલગ – અલગ વિભાગો આપ સાંભળી ચૂક્યા છો. તો આપની પાસેથી ગુજરાતની જનતા એ જ આશા અને અપેક્ષા રાખે છે કે શિક્ષણમાં જે નાની – મોટી ક્ષતિઓ છે. તે આપ હિંમતપૂર્વક દૂર કરવાના પ્રયત્ન કરશો તો ગુજરાતના યુવાનો ઉચ્ચ પદો હાસલ કરી શકશે

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">