અમદાવાદને રેલ્વે ક્રોસીગ મુક્ત, વરિષ્ઠ નાગરીકોના આરોગ્યની ચિંતા કરતુ વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરતુ ભાજપ

ભાજપે ( BJP ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે વિઝન ડોક્યુમેન્ટ ( ચૂંટણી ઢંઢેરો ) જાહેર કર્યો છે. ભાજપના વિઝન ડોક્યુમેન્ટમાં, વરિષ્ઠ નાગરીકો માટે સ્વાસ્થયની ચિંતા વ્યક્ત કરાઈ છે. તો શહેરમાં આવેલા વિવિધ રેલ્વે ક્રોસીગને ઓવરબ્રિજ કે અન્ડરબ્રિજથી દુર કરવાની જાહેરાત કરી છે. જો કે દર વખતની જેમ આ વખતે પણ ભાજપે તેના વિઝન ડોક્યુમેન્ટમાં અમદાવાદને વૃક્ષોથી હરીયાળુ બનાવવાની વાત કરાઈ છે.

| Updated on: Feb 16, 2021 | 1:48 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને ભાજપના વચનોની ભરમાર

ભાજપે,( BJP)  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) ચૂંટણી માટે વિઝન ડોક્યુમેન્ટ (ચૂંટણી ઢંઢેરો) જાહેર કર્યો છે. જેમાં આગામી વર્ષોમાં અમદાવાદને રેલ્વે ક્રોસીગ મુક્ત શહેર, વૃક્ષોથી હરીયાળુ અને પ્રદુષણ મુક્ત અમદાવાદ બનાવવાનું વચન આપ્યુ છે. અમદાવાદને મોડલ અને સ્માર્ટ સિટી બનાવવા સાથે વરિષ્ઠ નાગરીકોનું સ્વાસ્થય ચકાસણી નિયમિત થાય તેવી યોજના લવાશે. પૂર્વ વિસ્તારમાં ક્રિકેટ કોચીગ સેન્ટર બનાવવાની જાહેરાત કરાઈ છે. તો સમગ્ર શહેરને સીસીટીવીથી આવરી લેવાની પણ જાહેરાત કરાઈ છે.

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ અને અમદાવાદના પ્રભારી આઈ કે જાડેજાએ (I K JADEJA) વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરતા કહ્યું કે, નવા ફ્લાય ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવા, પે એન્ડ પાર્કિંગની નવી પોલીસી લાવવાની જાહેરાત કરી છે. મલ્ટિલેવલ પાર્કિંગની સુવિધાઓ વધારાશે. તબીબી સેવા માટે સીનીયર સીટીઝનોનુ નિયમિત સ્વાસ્થ્ય ચેકિંગ થશે. શ્રમજીવીની પણ હેલ્થ ચકાસણીની કામગીરી થશે. મહાનગરમા વિવિધ હોસ્પિટલોમાં બિલ્ડિંગનો વિકાસ કરી 500 બેડ વધારાશે. પંડિત દિનદયાળ મેડિકલ હેલ્થ યોજના થશે.

પ્રદૂષણ મુક્ત અમદાવાદ બનાવવામાં આવશે. જેના માટે ગ્રીન બિલ્ડીંગના કન્સેપ્ટનો ઉપયોગ થશે, સાયકલનો વપરાશ વધે તે માટે અલાયદા ટ્રેક બનાવીશુ. AMTS, BRTS બસમાં ઈલેક્ટ્રીક બસનો ઉપયોગ કરીશુ. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનનુ અપગ્રેડેશન કરાશે.

કાચરાનો નિકાલ વૈજ્ઞાનિકઢબે નિકાલ કરવા, શહેરના નવા વિસ્તારોનો નળ સે જલ યોજનામાં સમાવેશ કરાશે. વિધવા બહેનો વિનામૂલ્યે બસમા મુસાફરી કરી શકે તે માટે યોજના લવાશે, મહિલા માટે વધુ બસો દોડાવાશે. શહેરના ચાલી વિસ્તારના વિકાસનો એક્શન પ્લાન બનશે. અમદાવાદને ઝીરો સ્લમ સીટી બનાવાશે. ડસ્ટ ફ્રિ સીટી બનાવીશુ. અમદાવાદને મોડલ શહેર બનાવાશે. સ્માર્ટ સીટી બનશે.

EWSના આવાસનુ મેન્ટેનન્સની યોજના થશે. કોમ્યુનિટી હોલ તૈયાર થશે. અમદાવાદને હરિયાળુ બનાવાશે. નવા બગીચા બનાવાશે. મ્યુ બગીચામાં સિનીયર સિટીઝન માટે ખાસ વ્યવસ્થા ઊભી કરાશે. પૂર્વ વિસ્તારમાં નવુ ક્રિકેટ કોચિંગ સેન્ટર બનશે. નવા ફાયર સ્ટેશન બનશે. 2030 સુધીનું આયોજન થયુ છે. સોસાયટીના વેસ્ટ કચરાના નિકાલ માટે કોમ્પેક્ટ મશીન મુકાશે તો હેરિટેજ મકાનોને ટેક્ષમાં રાહત મળશે

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">