કડવો લીમડો લાગશે મીઠો, જો જાણી લેશો તેના આ ફાયદા

આયુર્વેદમાં કડવા લીમડાને બધા રોગોનો ઈલાજ દર્શાવાયો છે. લીમડામાં વિટામિન ઈ, કૈરોટીનોઈડ અને વિટામિન સી હોય છે. એટલું જ નહીં લીમડામાંથી તેલ પણ મળે છે. આ વિટામિન્સ અને એસિડ ત્વચાની ગુણવત્તા સુધારવા અને વધતી ઉમરને અટકાવવાનું પણ કામ કરે છે. 1). લીમડામાં એન્ટીઈંફ્લેમેટરી, એન્ટી બાયોટિક અને એન્ટીઓકસીડેન્ટ ગુણ છે, જે ખરતા વાળ અટકાવે છે. 2). […]

કડવો લીમડો લાગશે મીઠો, જો જાણી લેશો તેના આ ફાયદા
Parul Mahadik

| Edited By: Bipin Prajapati

Oct 02, 2020 | 4:35 PM

આયુર્વેદમાં કડવા લીમડાને બધા રોગોનો ઈલાજ દર્શાવાયો છે. લીમડામાં વિટામિન ઈ, કૈરોટીનોઈડ અને વિટામિન સી હોય છે. એટલું જ નહીં લીમડામાંથી તેલ પણ મળે છે. આ વિટામિન્સ અને એસિડ ત્વચાની ગુણવત્તા સુધારવા અને વધતી ઉમરને અટકાવવાનું પણ કામ કરે છે.

1). લીમડામાં એન્ટીઈંફ્લેમેટરી, એન્ટી બાયોટિક અને એન્ટીઓકસીડેન્ટ ગુણ છે, જે ખરતા વાળ અટકાવે છે.

2). એન્ટી ફંગલ ગુણોને કારણે માથામાં ખોડાની સમસ્યા પણ દૂર કરે છે. આ ઉપરાંત લીમડાનું તેલ માથામાં સોજો, ખંજવાળ અને બળતરાને પણ દૂર કરે છે.

3). માથાની જુ ને મારવામાં પણ મદદરૂપ થાય છે. લીમડાના તેલથી બનેલા શેમ્પુનો ઉપયોગ કરી શકાય છે. લીમડામાં જંતુનાશક તત્વ પણ આવેલા છે. તેની સુવાસથી જુ મરી જાય છે.

4). વાળને ભરાવદાર અને સ્મૂધ બનાવે છે, વાળોની ચમક પણ પાછી લાવે છે. જો કોઈ વ્યક્તિ ઈચ્છે તો પોતાના શેમ્પુમાં નિયમિત રીતે લીમડાનું તેલ નાંખી શકે છે.

5). લીમડામાં એન્ટી ઓક્સીડેન્ટ હોવાથી તે વાળને અકાળે સફેદ થતા પણ અટકાવે છે.

આ પણ વાંચોઃઓનલાઈન જોબ પોર્ટલે સુરતના 200 બેરોજગાર રત્નકલાકારોને અપાવી રોજગારી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati