સૂચિત જંત્રીના ભાવવધારા મામલે મોટા સમાચાર, હવે ઓફલાઈન સ્વીકારવામાં આવશે વાંધા અરજીઓ-સૂત્ર

સૂચિત જંત્રીના ભાવવધારા પર સરકાર લઈ શકે છે મોટો નિર્ણય લઈ શકે છે. બિલ્ડર્સના વિરોધ બાદ વાંધા અરજીઓ ઓફલાઈન સ્વીકારવામાં આવી શકે છે. પહેલા જંત્રીના ભાવવધારા અંગે બિલ્ડરે ઓનલાઈન વાંધા અરજી કરવાની હતી.

| Edited By: | Updated on: Dec 07, 2024 | 11:39 AM

સૂચિત જંત્રીના ભાવવધારા મુદ્દે સૂત્રો દ્વારા મોટા સમાચાર મળી રહ્યા છે. વાંધા અરજીઓ હવે ઓફલાઈન સ્વીકારવામાં આવી આવશે. બિલ્ડર લોબીએ 2 મહિનાની મુદ્દત એઅને ઓફલાઈન અરજી વ્યવસ્થાની માગ કરી હતી. આ અંગે રાજ્ય સરકારે ઓફલાઈન અરજી સ્વીકારવા અંગે સંમતિ દર્શાવી હોવાની જાણકારી મળી રહી છે. ટૂંક સમયમાં રાજ્ય સરકાર આ અંગે સત્તાવાર પરિપત્ર કરી શકે છે.

સરકારે જાહેર કરેલી નવી જંત્રી સામે રાજ્યભરમાંથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે. પરંતુ, રાજકોટમાં તો સ્થિતિ વધારે કફોડી બની છે. TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટમાં રિયલ એસ્ટેટ ઉદ્યોગ પહેલેથી જ મંદીમાં છે. જ્યારે હવે જંત્રીના ભાવ વધતા બિલ્ડરો મુશ્કેલીમાં મુકાયા છે.આ ભાવ વધારાથી રાજકોટમાં વિકાસ અટકી જવાનો બિલ્ડર લોબીનો દાવો છે કારણ કે ભાવ વધારાને લીધે એફએસઆઈ, સ્ટેમ્પ ડ્યુટીમાં પણ વધારો થશે. જેના પરિણામે પહેલાં જે ઘર 30 લાખમાં પડતા હતા. તે હવે 35 થી 36 લાખ રૂપિયામાં પડશે.

રાજ્ય સરકારે જંત્રી સામે વાંધા અરજી માટે એક મહિનાનો સમય આપ્યો છે. જો કે બિલ્ડ એસોસિએશનની માંગ છે કે તે માટે બે મહિનાનો સમય આપવામાં આવે. અને અરજી ઓનલાઈનને બદલે ઓફલાઈન કરવામાં આવે. રાજકોટમાં જંત્રીના ભાવ વધારા સહિત ટીપી શાખાની આંટીઘૂંટી સામે પણ વિરોધ ઉઠી રહ્યો છે. બાંધકામ સંદર્ભે રાજકોટ મનપા દ્વારા 11 જેટલા પરિપત્રો બહાર પડાયા છે. સ્થિતિ એવી છે કે બિલ્ડર પ્લાન મુકતા પણ ડરી રહ્યા છે.

રાજકોટમાં સરકારની નીતિને કારણે બિલ્ડરો પરેશાન છે. અને એટલે જ હવે તે લડતના માર્ગે છે. આગામી સોમવારે રાજકોટના બિલ્ડરોએ મૌન રેલી કાઢવાનું આયોજન કર્યું છે. જેમાં રેવન્યુ વકીલો, કોન્ટ્રાક્ટર્સ, એન્જિનિયર અને આર્કિટેક પણ જોડાશે.

સરકારે જંત્રીના દરમાં 200થી લઈને 2000 ટકા સુધીનો વધારો સુચવ્યો છે. જેની સામે સૌથી લોકોએ તો નહીં પણ બિલ્ડરોએ સૌથી પહેલા વાંધો ઉઠાવ્યો છે. કેમકે જો ઘરો મોંઘા થશે તો તેને ખરીદશે કોણ ? તેની એમને ચિંતા છે. આ મામલે ક્રેડાઈએ વિરોધ સાથે કેટલાક મુદ્દાઓ ઉઠાવ્યા છે. પણ બિલ્ડરોનો આ વિરોધ ગળે ઉતરે એવો છે ? તેમના સવાલોમાં કેટલું તથ્ય છે ? એ બધા જ સવાલોનો જવાબ મેળવવાની કોશિષ કરીએ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 9:29 pm, Fri, 6 December 24