ગુજરાતમાં ગૃહ વિભાગમાં મોટા ફેરફારો, જાણો કોણ બન્યા અધિક મુખ્ય સચિવ ?

રાજકુમાર ભૂતકાળમાં ગૃહવિભાગમાં કામ કરી ચૂક્યાં છે. રાજકુમારની છાપ પ્રામાણિક, અભ્યાસુ અને મહેનતુ અધિકારી તરીકેની છે. કેન્દ્ર સરકારે મૂળ ગુજરાત કેડરના સિનિયર અધિકારી રાજકુમારને એકાએક પ્રતિનિયુક્તિ પર ગુજરાત કેડરમાં પરત મૂકતા સચિવાલયમાં પણ ભારે હલચલ થઇ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 3:29 PM

રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે રાજકુમારની નિમણૂક કરાઈ છે. ગુજરાત સરકારની ભલામણથી તેમની ગૃહ વિભાગમાં નિમણૂક કરાઈ છે. રાજીવ કુમાર ગુપ્તા અત્યાર સુધી ગૃહ વિભાગનો ચાર્જ સંભાળી રહ્યાં હતા. રાજ કુમાર ડેપ્યુટશન પર દિલ્હી ફરજ બજાવી રહ્યા હતા. જેઓની ગુજરાત સરકારની ભલામણ અંતર્ગત પરત ગુજરાત લવાયા હતા.

રાજકુમાર ભૂતકાળમાં ગૃહવિભાગમાં કામ કરી ચૂક્યાં છે. રાજકુમારની છાપ પ્રામાણિક, અભ્યાસુ અને મહેનતુ અધિકારી તરીકેની છે. કેન્દ્ર સરકારે મૂળ ગુજરાત કેડરના સિનિયર અધિકારી રાજકુમારને એકાએક પ્રતિનિયુક્તિ પર ગુજરાત કેડરમાં પરત મૂકતા સચિવાલયમાં પણ ભારે હલચલ થઇ હતી. કારણ કે ભાજપ માટે પોલિટિકલ લેબોરેટરી મનાતા ગુજરાતના પ્રધાનમંડળમાં જે રીતે ફેરફાર કરી દેવાયો તે રીતે વહીવટી તંત્રમાં પણ વ્યાપક સ્તરે ફેરફારો થઇ શકે કે કેમ તે અંગે ઉચ્ચત્તમ સ્તરે નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, રાજકુમાર ભૂતકાળમાં ગૃહવિભાગમાં કામ કરી ચૂક્યાં છે. નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતાં અને અમિત શાહ ગૃહમંત્રી હતાં ત્યારે આ બંને મહાનુભાવો સાથે કામ કરવાનો પણ અનુભવ ધરાવતા રાજકુમારની છાપ પ્રામાણિક, અભ્યાસુ અને મહેનતુ અધિકારી તરીકેની છે. ભાજપ સંગઠનની પ્રવર્તમાન વહીવટી તંત્ર સામે ફોન નહીં ઉપાડવાથી માંડીને કાગળોના જવાબ ન મળવાની દે વ્યાપક ફરિયાદો ઉઠી છે તે જોતા ટૂંક સમયમાં જ મોટી નવાજૂની થાય તો નવાઇ નહીં.

 

આ પણ વાંચો : DAHOD : ફરી એકવાર ગાંજાની ખેતીનો પર્દાફાશ, એક કરોડ કિંમતના ગાંજા સાથે બે ઝડપાયા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">