ભાવનગર યુનિવર્સિટી ખાતે રાજયપાલની ઉપસ્થિતિમાં આઠમો પદવીદાન સમારોહ યોજાયો, 14 હજાર વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઇ

ભાવનગર યુનિવર્સિટી ખાતે રાજયપાલની ઉપસ્થિતિમાં આઠમો પદવીદાન સમારોહ યોજાયો, 14 હજાર વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઇ
The eighth graduation ceremony was held at Bhavnagar University in the presence of the Governor (ફાઇલ)

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો આઠમો પદવીદાન સમારોહ આજે યુનિવર્સિટીના કુલાધિપતિ તથા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિ માં યોજાયો હતો. જે પદવીદાન સમારોહમાં 14297 વિદ્યાર્થીઓને મહાનુભવોના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Mar 26, 2022 | 4:43 PM

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી (Bhavnagar University)ખાતે આજે યુનિવર્સિટીના કુલાધિપતિ અને રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની (Governor Acharya Devvrat)ઉપસ્થિતિમાં આઠમો પદવીદાન સમારોહ (Graduation Ceremony)યોજાયો હતો, જેમાં ચૌદ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. સાથે સાથે વિવિધ પ્રોજેક્ટ માટે ના ચેક એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો આઠમો પદવીદાન સમારોહ આજે યુનિવર્સિટીના કુલાધિપતિ તથા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિ માં યોજાયો હતો. જે પદવીદાન સમારોહમાં 14297 વિદ્યાર્થીઓને મહાનુભવોના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી. સાથે સાથે યુનિવર્સિટીમાં વિવિધ પ્રોજેક્ટ માટે 5.80 કરોડ રૂપિયાના ચેક તેમજ વિવિધ ચાર પ્રકલ્પોનું ડિજિટલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ વિદ્યાશાખાઓમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા 39 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક અને 40 વિદ્યાવાંચસ્પતિ પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં રાજ્યપાલે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને યાદ કરી અને તેમની યશગાથા આલેખી હતી,તેમજ તેમને ગુરુ શિષ્યની પરંપરા વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયા, રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ પૂર્વ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે, ગારીયાધાર ના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયા, ભાવનગર સ્ટેટ ના યુવરાજ જયવીરરાજસિંહ શિક્ષણના અગ્ર સચિવ એચ.જે હૈદર કુલસચિવ ડો.કૌશિકભાઈ ભટ્ટ તેમજ વિવિધ યુનિવર્સિટીના કુલપતિ અને વિવિધ વિભાગના ડીન, ફેકલ્ટીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે કાર્યક્રમ દરમિયાન જીતુવાઘાણી અને વિભાવરી દવે નો આંતરિક જૂથવાદ બહાર આવ્યો હતો. જેમાં કાર્યક્રમ દરમીયાન પૂર્વ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરી દવે ને સ્ટેજ પર નહિ બેસરતા સ્ટેજ સામે નીચે સોફા પર બેસારતા અને અન્ય ભાજપ ના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીને સ્ટેજ પર બેસાડતા વિભાવરી દવેએ ગણતરીની મિનિટોમાં કાર્યક્રમમાંથી ચાલતી પકડતા ભાજપના લોકોમાં જ ચર્ચાનો વિષય ઉભો થયો હતો.

આ પણ વાંચો : જામનગર : ખેલ મહાકુંભનું સમાપન, ખેલ મહાકુંભથી છેવાડાના રમતવીરોની પ્રતિભા શોધવામાં સફળતા મળી : સાંસદ પૂનમબેન માડમ

આ પણ વાંચો : Surat : બમરોલીમાં ગ્રે કાપડના વેપારી સાથે 75 લાખની છેતરપિંડી, ઠગબાજ વેપારીએ દલાલ સાથે મળી ગ્રે વીસકોસનો માલ ખરીદી કર્યા બાદ પલાયન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati