અસહ્ય ગરમી બાદ ભાવનગરમાં પણ વરસાદનું આગમન, છતાં પ્રિ-મોન્સૂન પ્લાનના કામ અધૂરાં

ગુજરાતમાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદે પોતાની હાજરી નોંધાવી દીધી છે ત્યારે ભાવનગરમાં (Bhavnagar)પણ અસહ્ય ઉકળાટ બાદ તળાજામાં વરસાદનું આગમન થતા લોકો ખુશ થઈ ગયા હતા.

અસહ્ય ગરમી બાદ ભાવનગરમાં પણ વરસાદનું આગમન, છતાં પ્રિ-મોન્સૂન પ્લાનના કામ અધૂરાં
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2022 | 1:05 PM

ગુજરાતમાં (Monsoon In Gujarat)ચોમાસાની સત્તાવાર જાહેરાત પહેલા જ 91 તાલુકામાં વરસાદી ઝાપટાં વરસી ચૂક્યા છે ત્યારે વરસાદથી અલિપ્ત રહેલા ભાવનગરમાં  (Bhavnagar)પણ અસહ્ય ગરમી અન ઉકળાટ ભાદ વરસાદ વરસ્યો હતો.  જોકે અહી રોડ રસ્તાના સમારકામના કામ અધૂરાં છે જેના  પગલે નાગરિકો મુશકેલીમાં મૂકાઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા ભાવનગરમાં વરસાદી ઝાપટાંની આગાહી કરવામાં આવી હતી ત્યારે સોમવારની વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તળાજા પંથકમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ તળાજામાં વરસાદનું આગમન થતા લોકો ખુશ થઈ ગયા હતા.

ભાવનગરના પિથલુપર તેમજ તળાજાના ગોપનાથમાં સવારે વરસાદી ઝાપટાં વરસ્યા હતા અને સવારે નોકરીએ જવા નીકળેલા લોકો તેમજ શાળાએ જતા બાળકો આ વાતાવરણ જોઈને ખુશ થઈ ગયા હતા. પિથલપુર ઉપરાંત તળાજામાં પણ વરાસદી ઝાંપટાં પડતાં થોડા સમય માટે ઠંડક પ્રસરી ગઈ હતી. ગત રોજ ભાવનગરમાં બપોર બાદ વરસાદી વાદળો જોવા મળ્યા હતા અને શહેરનું તાપમાન 38 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી બે દિવસ દરમિયાન ભાવનગર, જાફરાબાદ, પોરબંદરના દરિયાકાંઠે પવન ફૂંકાઈ શકે છે

પ્રિ-મોન્સૂન કામગીરી અધૂરી

જોકે ભાવનગરમાં  સ્થાનિક લોકોએ વરસાદ આવતા પહેલા રોડ રસ્તાના કામ પૂર્ણ કરવાની માંગણી છેલ્લા ઘણા સમયથી  કરી રહ્યાછે .   દરેક મહાનગર પાલિકા કે પાલિકાએ  ચોમાસા પહેલાં રોડના સમારકામનું  કામ પૂર્ણ કરવાનું હોય છે તેમજ  નવા રસ્તા બનાવવાનું કામ અને ગટરોના મેનહોલ  સાફ કરવાનું કા મપણ પૂર્ણ કરવાનું હોય છે જોકે ભાવનગર પાલિકા આ બાબતમાં ઉદાસીન જોવા મળી  હતી અને શહેરના  રોડ રસ્તાના કામ અધૂરાં પડયા છે હવે તો ચોમાસાએ પણ  શહેરમાં દસ્તક દઈ દીધી છે ત્યારે પાલિકા ગંભીર થઇને  કાળિયાબીડ સહિતના  વિસ્તાોરમાં રસ્તા પહોળા કરવાના કામ પૂર્ણ કરે  તે જરૂરી છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

હાલમાં ભાવનગરમાં  ‘કામ ચાલું છે ‘ ના  હોર્ડિંગ જોવા મળી રહ્યા છે.   રોડ રસ્તા તેમજ  ગટર લાઇનના અધૂરા કામકાજને કારણે ભાવનગર શહેરમાં  વિવિધ  વિસ્તારમાં  લોકો પરેશાન થઈ રહ્યા છે.   જેનો સત્વરે ઉકેલ આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. હવે વરસાદનું આગમન થઈ ગયું છે ત્યારે નાગરિકો એવી આશા રાખી રહ્યા છે કે શહેરમાં ભારે વરસાદ આવે તે પહેલા  પાલિકા તંત્ર ઘોર નિદ્રામાંથી જાગે અને ઝડપથી  આ અધૂરાં કામ પૂરા કરાવે જેથી વરસાદના સમયે નિર્દોષ નાગરિકો તકલીફોનો ભોગ ન બને.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">