GUJARAT : ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં પેટ્રોલનો ભાવ 100 ને પાર થયો
Fuel price hike : દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલની કિંમત લીટરે રૂ.100 ને પાર થઇ ગઈ છે. રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં ગીર સોમનાથ અને ભાવનગરમાં પેટ્રોલ 100 ને પાર થયું છે.
GUJARAT : દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો (fuel price hike)થતો જોવા મળી રહ્યો છે. 16 જુલાઈએ એક લિટર પેટ્રોલના ભાવમાં 35 પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં 15 પૈસાનો વધારો કરવામાં આવતા સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નવી ઉંચાઇએ પહોંચી ગયા છે. દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલની કિંમત લીટરે રૂ.100 ને પાર થઇ ગઈ છે. રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં ગીર સોમનાથ અને ભાવનગરમાં પેટ્રોલ 100 ને પાર થયું છે. ગીર સોમનાથમાં પેટ્રોલ 100.16 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. રાજ્યમાં પ્રીમીયમ પેટ્રોલ પણ 102.47 રૂપિયા પ્રતિ લીટર થયું છે.
Latest Videos
Latest News