Bhavnagar: અને લતાબેનની વેણીમાં એક સાથે બે ફૂલ પાંગર્યા, 108ની કાબીલેદાદ કામગીરીએ બચાવી એક સાથે ત્રણ જીંદગી, વાંચો કઈ રીતે

પ્રથમ બાળકનો જન્મ થયા બાદ આ બાળક બિલકુલ હલન-ચલન કરતું ન હતું કે રડતું નહોતું. આ ઉપરાંત બાળકના હૃદયના ધબકારાનો દર પણ ખૂબ નીચો હતો.

Bhavnagar: અને લતાબેનની વેણીમાં એક સાથે બે ફૂલ પાંગર્યા, 108ની કાબીલેદાદ કામગીરીએ બચાવી એક સાથે ત્રણ જીંદગી, વાંચો કઈ રીતે
108 staff successfully delivers a child inside an Ambulance
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 7:41 PM

Bhavnagar:  108 ની સેવા દ્વારા રાજ્યમાં અનેક લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. તે પછી અકસ્માત (Accident) હોય કે આકસ્મિક પ્રસૂતિ (Delivery). કોઈપણ વિપરીત અને અણધાર્યા સંજોગોમાં સૌથી પહેલાં પહોંચી જઈને બચાવની કામગીરી કરનાર હોય તો તે 108 ની સેવા છે. આ સેવાને લીધે ગુજરાતના અનેક લોકોના જીવ બચાવવામાં (Life Saving Term) સફળતા મળી છે.

આવો જ એક કિસ્સો ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સુરનગર ગામમાં બન્યો કે જ્યાં લતાબેન રાજુભાઈ કાર નામની 31 વર્ષની સગર્ભા માતાને રાત્રીના 11 વાગ્યાના સુમારે પ્રસૂતિની પીડા ઉપડતા ગારીયાધાર 108 નો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ અંગેની જાણ થતાં જ ગારીયાધાર 108 ના ઇ.એમ.ટી. જગદીશ ડાભી અને પાયલોટ સંદીપસિંહ સોઢા ગણતરીની મિનિટોમાં જ ગારીયાધાર તાલુકાના સુરનગર ગામે પહોંચી ગયા હતાં.

તે સમયે રાત્રિના 11 વાગ્યાં હતાં. ચારે તરફ અંધકાર અને બીજી તરફ પ્રસૂતાનો ચિત્કાર કંઈક અણધાર્યું બનાવવાનો સંકેત આપી રહ્યો હતો. પરંતુ જેનું નામ 108 ની સેવા છે એવી સ્વાસ્થ્ય સેવાના એમ્બ્યુલન્સમાં રહેલ સ્વાસ્થ્ય સેવકોએ પ્રાથમિક તપાસ કરતાં સગર્ભા માતાનો દુઃખાવો વધારે અને અસહનીય હોવાં સાથે જોડાયેલા બાળકો હોવાનું માલુમ પડ્યું. આ ઉપરાંત પ્રસૂતિની પીડા અને ખાસ્સો સમય થયો હોવાથી અને જોડીયા બાળકો હોવાને કારણે પ્રથમ બાળકનું માથું ગર્ભાશયની બહાર આવી ગયું હતું.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

બાળકનો માથાનો ભાગ બહાર આવી ગયો હોવાથી ડિલિવરી ત્યાં જ કરાવવી પડે તેવી સ્થિતિ હતી. સગર્ભાને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો રસ્તામાં જ સગર્ભા અને તેના બંને બાળકો પર જીવનું જોખમ બને તેમ હતું. આ સંજોગોમાં 108 ના સ્ટાફે ત્યાં સ્થળ પર જ સગર્ભા માતાને 108 એમ્બ્યુલન્સમાં લીધી અને પરિસ્થિતિને અનુલક્ષીને એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવી હતી.

ડિલિવરીમાં પ્રથમ બાળકનો જન્મ થયા બાદ આ બાળક બિલકુલ હલન-ચલન કરતું ન હતું કે રડતું નહોતું. આ ઉપરાંત બાળકના હૃદયના ધબકારાનો દર પણ ખૂબ નીચો હતો. આ સંજોગોમાં બાળકનું જીવન જોખમમાં મુકાયું હતું. તેથી 108 ના સ્ટાફ દ્વારા તાત્કાલિક નિર્ણય લઇ આ બાળકના હદય પર કુત્રિમ દબાણ (CPR) તથા કૃત્રિમ શ્વાચ્છોશ્વાસ (BVM) આપવાનું ચાલુ કર્યું સાથે-સાથે ફોન પર ઈમરજન્સી સેન્ટરમાં બેઠેલા ફિઝીશ્યન ડોક્ટરની સલાહ મુજબ કામ કરવાનું ચાલુ રાખ્યું.

સારા કાર્યમાં કુદરત પણ સહાય કરતી હોય છે તેમ આ કિસ્સામાં પણ થોડા સમયમાં જ બાળકનું હૃદય સારી રીતે ધબકવા લાગ્યું. ત્યારબાદ 20 મિનિટ બાદ બીજા બાળકની પણ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવવામાં આવી અને બંને બાળકો સારી રીતે રડવા લાગ્યાં હતાં. આમ, લતાબેનની વેણીમાં એક સાથે બે ફૂલ પાંગર્યા હતાં. 108 ની ત્વરિત અને તાત્કાલિક સેવાને કારણે બંને નવજાત શિશુને નવજીવન મળ્યું સાથે-સાથે  માતાને પણ પ્રસૂતિની પીડામાંથી મુક્તિ અપાવી જીવ બચાવ્યો હતો.

આ પણ વાંચો –

શરમજનક! પત્નીએ લાજ કાઢવાની ના પાડતા પતિને આવ્યો ગુસ્સો, 3 વર્ષની માસૂમ પુત્રીની કરી નાખી હત્યા

આ પણ વાંચો –

Akshay Kumar ની આ 9 ફિલ્મો જે ક્યારેય રિલીઝ ન થઈ, ડૂબતા ડૂબતા બચી છે ખિલાડીની કારકિર્દી

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">