Mother’s Day 2022: ભાવનગર જિલ્લામાં 108 એમ્બ્યુલન્સે ખરા અર્થમાં માતાની ગરજ સારી, અત્યાર સુધીમાં 6449 સગર્ભા માતાને એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવી

ભાવનગર (Bhavnagar) જિલ્લામાં છેલ્લા 3 મહિનામાં પ્રસૂતિ જાન્યુઆરી મહિનામાં 28 પ્રસૂતિ, ફેબ્રુઆરીમાં 25 પ્રસૂતિ અને માર્ચ મહિનામાં 38 પ્રસૂતિ 108 એમ્બ્યુલન્સ વાનમાં કરવામાં આવી છે. જ્યારે જિલ્લામાં છેલ્લાં ત્રણ મહિનામાં 6232 સગર્ભા માતાને આ સેવાનો લાભ મળ્યો છે.

Mother’s Day 2022: ભાવનગર જિલ્લામાં 108 એમ્બ્યુલન્સે ખરા અર્થમાં માતાની ગરજ સારી, અત્યાર સુધીમાં 6449 સગર્ભા માતાને એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવી
108 Ambulance (File Image)
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: May 08, 2022 | 8:51 AM

આજે વિશ્વ માતૃત્વ દિવસ (World Mother’s Day) છે. ભારતમાં માતૃત્વનો અનેરો મહિમા છે. કહેવાય છે કે માતાના વ્હાલ અને પ્રેમની તોલે કોઇ ન આવી શકે. ગુજરાતના ભાવનગરમાં (Bhavnagar) સરકારની 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ (Ambulance) જ માતાની ગરજ સારતી જોવા મળે છે. જિલ્લાની 108 ની સેવા દ્વારા અનેકવાર સગર્ભા માતાની સેવા કરી રહી છે અને સગર્ભા માતા મૃત્ય દર ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઇ છે. સગર્ભા માતાને 108 ની સેવા થકી જિલ્લાના અંતરીયાળ અને છેવાડાની સગર્ભા માતાના ઘરના ઉમરા સુધી પહોંચીને યોગ્ય હોસ્પિટલ લઈ જતાં ભાવનગર જિલ્લામાં 6449 સગર્ભા માતાને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે.

ગુજરાતી કવિ બોટાદકરે માતાના પ્રેમને છાજે તે માટે લખ્યું છે કે,”જનની તો જોડ સખી નહીં જડે રે લોલ..” જો કે ગુજરાતના ભાવનગરમાં કોઇ મહિલા નહીં પરંતુ વહીવટી તંત્ર દ્વારા ચાલતી 108ની ઇમરજન્સીની સેવા ખરાં અર્થમાં માતાની ગરજ સારે છે. ભાવનગર જિલ્લાની 108 એમ્બ્યુલન્સ દ્વારા અત્યાર સુધીમાં 6449 સગર્ભા માતાની સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે. માત્ર સગર્ભા મહિલાઓને સેવા પુરી પાડવાની જ વાત કરવામાં આવે તો પ્રસૂતિ દરમિયાનના કિસ્સામાં બે લાખ (2,14,097) થી વધારે સગર્ભા માતાને સેવા પૂરી પાડવામાં આવી છે. આ રીતે ખરા અર્થમાં 108ની ઇમરજન્સી એમ્બુલન્સ સેવા એ એક માતા જે રીતે પોતાના બાળકની સંભાળ રાખે તે રીતે કાળજી રાખીને એક માતાની ભૂમિકા ભજવી છે.

આ રીતે રાજ્ય સરકારની નિઃ શૂલ્ક એવી 108 સેવામાં માતૃત્વ દિવસ ઉપર અનેક માતા આ સેવા કરવાના આશીર્વાદ મેળવી ચૂકી છે. જિલ્લામાં છેલ્લા 3 મહિનામાં પ્રસૂતિ જાન્યુઆરી મહિનામાં 28 પ્રસૂતિ, ફેબ્રુઆરીમાં 25 પ્રસૂતિ અને માર્ચ મહિનામાં 38 પ્રસૂતિ 108 એમ્બ્યુલન્સ વાનમાં કરવામાં આવી છે. જ્યારે જિલ્લામાં છેલ્લાં ત્રણ મહિનામાં 6232 સગર્ભા માતાને આ સેવાનો લાભ મળ્યો છે.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

જાન્યુઆરી મહિનામાં 1409 સગર્ભા, ફેબ્રુઆરીમાં 1862 સગર્ભા અને માર્ચ મહિનામાં 1901 સગર્ભા 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જિલ્લાની સગર્ભા અવસ્થામાં એકપણ માતાનું મૃત્યુ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં નોંધાઇ નથી. આમ, 108ની આકસ્મિક એમ્બ્યુલન્સ સેવા ભાવનગરની માતૃત્વ ધારણ કરેલી મહિલાઓના બાળકોને સુરક્ષિત રીતે આ જગતમાં લાવવાં માટે માતાની ભૂમિકા ભજવી છે.

આ માતાઓના સંતાનોને જ્યારે મોટા થઇને ખબર પડશે કે તેમને આ જગતમાં લાવવાં માટે 108ની સેવાએ કેવી મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. તો તેઓ તેમની માતા સાથે 108 એ પણ માતાની ગરજ સારી હતી તેવી યાદ સાથે યાદ કરશે એ જ 108 માટે વિશ્વ માતૃત્વ દિવસની સાચી ઉજવણી બની રહેશે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">