ગુજરાત રાજ્યમાં ‘સુશાસનના પાંચ વર્ષ’ પૂર્ણ, 360 આવાસોનું પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ લોકાર્પણ કરાયું

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ભાવનગર વિભાગ દ્વારા જાહેર જનતાના પરિવહન માટે બી.એસ.સી. નોર્મ-૬ હેઠળની કુલ રૂ.125 લાખની સુપર એક્સપ્રેસ છ નવી બસોને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યમાં 'સુશાસનના પાંચ વર્ષ' પૂર્ણ, 360 આવાસોનું પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ લોકાર્પણ કરાયું
'Five Years of Good Governance' completed in Gujarat State
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 10:17 PM

1 ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ‘સુશાસનના પાંચ વર્ષ’ ના સુશાસનના સેવાયજ્ઞના કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ 1 થી 9 ઓગસ્ટ સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. તે અંતર્ગત આજે આ કડીના સાતમાં દિવસે ભાવનગર જિલ્લામાં ‘વિકાસ દિવસ’ અંતર્ગત ભાવનગરના ‘અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર’ મોતીબાગ ખાતે જિલ્લા કક્ષાનો તથા જિલ્લાના તાલુકા મથકો ખાતે ‘વિકાસ દિવસ’ ના કાર્યક્રમો યોજાયાં હતાં.

‘વિકાસ દિન’ નિમિત્તે ભાવનગરનાં વિવિધ તાલુકાના 360 આવાસોનું પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે પૈકી 10 લાભાર્થીઓને પ્રતિકાત્મક રૂપે ટાઉનહોલ ખાતેના કાર્યક્રમમાં હુકમ એનાયત કરવામાં આવ્યાં હતાં. અન્ય લાભાર્થીઓને તાલુકા કક્ષાએથી હુકમો એનાયત કરવામાં આવ્યાં હતાં. આમ, માત્ર એક જ દિવસમાં ભાવનગરના 360 પરિવારોનું ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ થયું છે.

આ ઉપરાંત, ગુજરાત (Gujarat) રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ભાવનગર વિભાગ દ્વારા જાહેર જનતાના પરિવહન માટે બી.એસ.સી. નોર્મ-૬ હેઠળની કુલ રૂ.125 લાખની સુપર એક્સપ્રેસ છ નવી બસોને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ સાથે માર્ગ અને મકાન વિભાગના કુલ રૂ.4201.50 લાખના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં હતાં. “નલ સે જલ” યોજના હેઠળ પાણી પુરવઠા વિભાગના ભાવનગર જિલ્લાના કુલ 23 ગામોના રૂ.389 લાખના કામોના ડિજિટલી ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં હતાં.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ભાવનગરના મોતીબાગ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી સંગીત, નાટક અકાદમીના અધ્યક્ષશ્રી પંકજભાઇ ભટ્ટએ જણાવ્યું કે, આ સરકાર જેના ખાતમુહૂર્ત કરે છે તેના લોકાર્પણ કરે છે તેવી ફાસ્ટ ટ્રેક સરકાર છે. આ સરકારના સુશાસનના 5 વર્ષ ઉજવી રહી છે તો તેના મૂળમાં આટલાં વર્ષોની જનતા જનાર્દનની કરેલી સેવા અને જીતેલો વિશ્વાસ અને ભરોસો છે.

આ પણ વાંચો – Tokyo Olympics 2020 Live : જેવલિન થ્રોમાં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો

આ પણ વાંચો – Surat: સ્માર્ટ સિટીના સત્તાધીશો, જરા આ તરફ પણ નજર કરજો, અહીં કોરોના કરતા પણ બદતર સ્થિતિમાં લોકો રહેવા મજબુર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">