Bhavnagar: 195 ગામડાઓમાં હજુ પણ અંધકાર, વીજ પુરવઠો પૂર્વવત્ કરવા યુદ્ધના ધોરણે થઈ રહી છે કામગીરી

‘તાઉ તે' વાવાઝોડાએ સર્જેલા વિનાશ બાદ ભાવનગર શહેર અને જિલ્લો ધીમે ધીમે ટ્રેક પર આવી રહ્યો છે. અહીં બધુ યથાસ્થિતિમાં પરત ફરી રહ્યું છે.

| Updated on: May 24, 2021 | 10:46 AM

‘તાઉ તે’ વાવાઝોડાએ સર્જેલા વિનાશ બાદ ભાવનગર શહેર અને જિલ્લો ધીમે ધીમે ટ્રેક પર આવી રહ્યો છે. અહીં બધુ યથાસ્થિતિમાં પરત ફરી રહ્યું છે. ભાવનગર વર્તુળ કચેરી વિસ્તારમાં જે જગ્યાએ હજુ પણ વીજપોલ અને ટ્રાન્સફોર્મરને નુકસાની પહોંચી છે, તેને ઝડપથી રિસ્ટોર કરવા માટે નાયબ ઇજનેર અને જુનિયર ઇજનેરની ટીમો ખડે પગે રાખવામાં આવી છે.

ભાવનગરમાં 1 હજાર વીજળીના થાંભલા અને 124 વીજ ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થયા છે. PGVCL, UGVCL, MGVCL, DGVCL અને ટોરેન્ટ પાવરની 2 ટીમો મળી કુલ 221 જેટલી ટીમો ભાવનગરના અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજપુરવઠો પૂર્વવત્ કરવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. મહત્વનું છે કે, હજુ પણ ભાવનગરના 195 ગામડાઓમાં વીજપ્રવાહ બંધ છે.

‘તાઉ તે’ વાવાઝોડાએ ભાવનગર જિલ્લામાં ભારે વિનાશ વેર્યો હતો. ભાવનગરમાં 25 હજારથી વધારે વૃક્ષ અને 3300 થી વધારે વીજળીના થાંભલા ધરાશાયી થયા છે. મહુવામાં ખેતી અને ઉદ્યોગો મળીને વાવાઝોડાથી 300 કરોડનું નુકસાન પહોંચ્યું છે.

વીજ પ્રવાહ ફરી શરૂ કરવા માટે ટીમ કામે લાગી છે. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં 5 હજારથી વધારે મકાન ધરાશાયી થયા છે. આ તમામ ક્ષતિગ્રસ્ત મકાનોનો સરવે કરીને ચુકવણી કરવામાં આવશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">