ભાવનગર શહેર બન્યું ઢોરવાડો…! રખડતા પશુઓના ત્રાસથી કંટાળેલા સ્થાનિક લોકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

રખડતા પશુઓના (Stray Cattle) કારણે અનેક વાર અકસ્માતો પણ સર્જાય છે,છતાં પણ સ્થાનિક તંત્ર દ્વારા પશુઓને પકડી પાંજરાપોળમાં છોડવાની કામગીરી ન થતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

ભાવનગર શહેર બન્યું ઢોરવાડો...! રખડતા પશુઓના ત્રાસથી કંટાળેલા સ્થાનિક લોકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી
Stray Cattle
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Aug 02, 2022 | 8:54 AM

ભાવનગરનું મહુવા શહેર (Mahuva City)આખું જાણે ઢોરવાડામાં ફેરવાઈ ગયું હોય એવું જણાઈ આવે છે. શહેરના (bhavabagar) તમામ માર્ગો પર રખડતા પશુઓ (Stray cattle) અડિંગો જમાવી બેસેલા નજરે પડે છે,જેને લઈ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. વાસી તળાવથી લઈને ગાંધીબાગ સુધીનો માર્ગ તો જાણે રખડતા પશુઓનું આશ્રય સ્થાન જ બની ગયો છે.

રખડતા પશુઓના કારણે અનેક વાર અકસ્માતો પણ સર્જાય છે,છતાં પણ સ્થાનિક તંત્ર દ્વારા પશુઓને પકડી પાંજરાપોળમાં છોડવાની કામગીરી કરવામાં આવતી નથી,પશુઓના ત્રાસથી કંટાળેલા સ્થાનિક લોકોએ આવનાર દિવસોમાં આંદોલન કરવાની પણ ચીમકી આપી છે.

AAP અને ભાજપ રાજકીય શિંગડા ભરાવવામાં મસ્ત

ભાવનગરના અનેક વિસ્તારોમાં રખડતા ઢોરના  ત્રાસથી પ્રજા પરેશાન છે.અકસ્માતના (Accident) સંખ્યાબંધ કેસ બને છે.થોડા દિવસ પહેલા આ રખડતી રંજાડને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપ આમને સામને આવી ગયા હતા.ભારે વરસાદ દરમિયાન મનપા (Bhavnagar Municipal Corporation) સંચાલિત પાંજરાપોળમાં ચારથી પાંચ ગાયના મોત થયા.તો આપના કાર્યકરોએ પાંજરાપોળમાંથી 700 ઢોરને મુક્ત કરી દીધા.સત્તાપક્ષ વધુ માત્રામાં પશુઓને પાંજરે પૂરવાના માત્ર દાવા કરે છે.બીજી તરફ થોડા ઘણા પાંજરે પુરાયેલા પશુઓને (Cattle) પણ AAP એ મુક્ત કરતા સમસ્યા વકરવાનો અંદાજ છે,જો કે સમગ્ર મુદ્દે આપનો અલગ તર્ક જોવા મળ્યો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati