આખરે શરૂ થઈ ભાવનગર-ગાંધીનગર વચ્ચેની ડેઈલી ટ્રેન, જાણો આ રૂટ પર કયા કયા સ્ટોપ કરાશે, ટ્રેનનું ભાડું અને ટ્રેન ઉપડવાનો સમય, જુઓ VIDEO

આખરે શરૂ થઈ ભાવનગર-ગાંધીનગર વચ્ચેની ડેઈલી ટ્રેન, જાણો આ રૂટ પર કયા કયા સ્ટોપ કરાશે, ટ્રેનનું ભાડું અને ટ્રેન ઉપડવાનો સમય, જુઓ VIDEO

રાજ્યમાં મોટા શહેરોને જોડતી ટ્રેન તો ઘણી જોવા મળે. પરંતુ અન્ય શહેરોમાં મુસાફરી ટ્રેન દ્વારા કરવી હોય તો વધુ વિકલ્પ લોકો પાસે નથી રહેતા. તેવામાં હવે ભાવનગર અને ગાંધીનગર વચ્ચેની ટ્રેનનો પ્રારંભ થતાં મુસાફરોમાં ખુશીની લાગણી છે.

ભાવનગર-સુરેન્દ્રનગર ગેજ કન્વર્ઝન થયાના 15 વર્ષ બાદ આખરે ભાવનગર-ગાંધીનગર વચ્ચે ડેઈલી ટ્રેન સેવાનો રવિવારે પ્રારંભ કરવામાં આવ્યો. આ પહેલી ટ્રીપમાં 64 મુસાફરોએ ટ્રેનની સેવા લીધી.

રવિવારે ભાવનગર અને ગાંધીનગર સુધીની ઈન્ટરસિટી ટ્રેનને સાંસદ ભારતી શિયાળે લીલી ઝંડી આપી. સાથે બોટાદ રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ નવીનીકરણ સહિતનાં રૂપિયા 10 કરોડનાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત પણ સાંસદે કર્યું.

 

ભાવનગરનાં લોકો છેલ્લા કેટલાંક સમયથી અમદાવાદ-ગાંધીનગર સુધીની ટ્રેનની માંગણી કરી રહ્યાં હતા.

જુઓ VIDEO:

ભાવનગર-ગાંધીનગર ટ્રેન (નં. 19204-19203) વિશે જાણવા જેવું

  • દરરોજ સવારે 8.15 કલાકે આ ટ્રેન ભાવનગરથી ઉપડશે અને બપોરે 2.35 કલાકે ગાંધીનગર પહોંચશે.
  • ગાંધીનગરથી આ ટ્રેન સાંજે 5.45 કલાકે ઉપડશે અને રાત્રે 11.55 કલાકે ભાવનગર પહોંચશે.
  • આ ઈન્ટરસિટી સિહોર, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ-આંબલી રોડ થઈને ગાંધીનગર પહોંચશે.
  • આ ડેઈલી ઈન્ટરસિટી ટ્રેનમાં 10 કોચ છે. 
  • 2 સામાન્ય ચેર કાર, 1 એસી ચેર કાર, 5 જનરલ કોચ અને 2 સ્લીપર એમ કરી કુલ 10 કોચ છે.
  • આ ટ્રેનમાં રીઝર્વેશન પણ શરૂ કરી દેવાયું છે.
  • ભાવનગરથી ગાંધીનગર સુધીનું સામાન્ય ચેરકારનું ભાડું રૂ.120 હશે જ્યારે એસી ચેરકારનું ભાડું રૂ.440 રહેશે.

આખરે વસંતપંચમીના શુભ દિવસે લાંબા સમયથી ભાવનગરની પ્રજાની માંગણી સંતોષાતા સ્થાનિકોમાં પણ હર્ષની લાગણી જોવા મળી.

[yop_poll id=1294]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati