ભાવનગર : કોરોના મૃતકોનો સરકારી ચાપડે આંકડો નાનો, સહાય ફોર્મ મોટી સંખ્યામાં ભરાયા

ભાવનગર શહેરમાં અત્યાર સુધીમાં ૧૪૦૨૨ કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયેલ. જ્યારે ૧૩૮૬૧ કોરોના ના દર્દીઓને ડીસચાર્જ કરવામાં આવેલ. અને ૧૬૦ દર્દીઓના મોત સરકારી ચોપડે નોંધાયેલા છે.

ભાવનગર : કોરોના મૃતકોનો સરકારી ચાપડે આંકડો નાનો, સહાય ફોર્મ મોટી સંખ્યામાં ભરાયા
ભાવનગર-કોરોના મૃતકોના સહાય ફોર્મ

સમગ્ર ગુજરાતમાં કોરોનાને લઇને બીજી લહેરમાં હાહાકાર મચી જવા પામી હતી. અને કોરોનાને કારણે મોતનું જાણે તાંડવ શરૂ થયું હોય તેમ સમગ્ર ગુજરાતના ગામે ગામ સ્મશાનોમાં શબોની લાઈનો સર્જાઈ હોવાના દ્ર્શ્યો જોવાયા હતા. ત્યારે હાલમાં સરકાર દ્વારા કોરોનાને કારણે મૃતક લોકોને ૫૦ હજારની સહાય માટે ફોર્મ ભરવાનું શરૂ થયું છે. ત્યારે ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાને કારણે મોત થયેલા લોકોનો આંક બહુ મોટો આવવાની શક્યતાઓ ઉભી થવા પામેલ છે.

ભાવનગરમા કોરોનાને કારણે હાહાકાર મચી જવા પામેલ હતો, ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાને કન્ટ્રોલ કરવો તંત્ર માટે એક બહુ મોટો પડકાર થઈ ગયો હતો. ભાવનગર શહેરમાં અત્યાર સુધીમાં ૧૪૦૨૨ કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયેલ. જ્યારે ૧૩૮૬૧ કોરોના ના દર્દીઓને ડીસચાર્જ કરવામાં આવેલ. અને ૧૬૦ દર્દીઓના મોત સરકારી ચોપડે નોંધાયેલા છે. ત્યારે હાલમાં રાજ્ય સરકાર દ્વારા ૫૦ હજારની કોરોનાના મૃતકના પરિવારને સહાયની જાહેરાત કરતા અને મહાનગર પાલિકા ખાતે મૃતકોના જરૂરી દસ્તાવેજો જોડીને ફોર્મ ભરવાનું શરૂ કરતાં તુરતજ ૬૦૦ જેટલા ફોર્મ મૃતકોના ડોક્યુમેન્ટ સાથે ભરાઈ ચૂક્યા છે.

શરૂઆતમાં જ, ત્યારે હજુ કેટલા ફોર્મ મોટી સંખ્યામાં ભરાય તે આંક બહુ મોટો આવવાની શક્યતાઓ ઉભી થઇ રહી છે. ત્યારે તંત્ર એ જાહેર કરેલા ૧૬૦ મોતનો આંકડો સાવ સામાન્ય બની જશે તે વાત પાક્કી છે. ત્યારે જિલ્લા ની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના હેલ્થ અધિકારીને પૂછતા તેમણે તો હજુ સરકારની આટલી મોટી સહાય યોજનાના ફોર્મ વિતરણ કરવાના પણ શરૂ કરેલ નથી અને હજુ માત્ર આયોજન કરી રહ્યા છે. જ્યારે ગામડાઓમાં અનેક ગરીબ પરિવારના કોરોનાને કારણે મોત થયેલા સદસ્યની સહાયની રાહ જોઈને બેઠા છે.

ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં ૭૪૪૬ કોરોના ના પોઝિટિવ કેસ નોંધાયેલ અને જેમાંથી ૭૩૦૮ દર્દીઓને ડીસચાર્જ કરાયેલ, અને ૧૩૮ દર્દીઓ ના મોત થયેલ, ત્યારે જે રીતે મહાનગર પાલિકામાં કોરોનાને કારણે મૃતકના પરિવાર દ્વારા ફોર્મ મોટી સંખ્યામાં ફોર્મ ભરાઈ રહ્યાં છે. તેવીજ રીતે જિલ્લામાં પણ બહુ મોટી સંખ્યામાં કોરોનાને કારણે મોત થયેલા વ્યક્તિઓની સહાય માટે ફોર્મ ભરાશે. પરંતુ જિલ્લા પંચાયતનો હેલ્થ વિભાગ સાચા ઇરાદા સાથે કામ કરે તો, આ અંગે ભાવનગર તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ ખુબજ તીખી પ્રતિક્રિયા ટીવી નાઈનને આપી છે.

તેમના કહેવા મુજબ કોંગ્રેસ કોરોનામાં મોતનો આંકડો મોટો છે અને ચાર લાખ સહાય આપવાનું કહેતી હતી. પરંતુ સરકારે પચાસ હજારની સહાય આપવાના ફોર્મ ભરાતા તંત્ર અને સરકારની પોલ ખૂલી જવા પામેલ છે. ભાવનગર જિલ્લામાં કોઈ વ્યવસ્થા ફોર્મ ભરવા માટે હજુ સુધી ગોઠવી શક્યા નથી કે મૃતકોના પરિવાર ને તાત્કાલિક સહાય મળે, સરકારે છુપાવેલા આંકડા આ ફોર્મ ભરાતા બહાર આવ્યા છે. સરકાર રાજકારણની રમતો બંધ કરી લોકોને તાત્કાલિક ફોર્મ ભરાય ખોટી નિયમોની આંટી વગર અને તાત્કાલિક ધોરણે સહાય મળે તેવી મારી રાજ્ય સરકાર ને અપીલ છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati