BHAVNAGAR : અત્યાધુનિક કેન્સર હોસ્પિટલનું સપનું સાકાર થશે, સીએમના હસ્તે મંગળવારે લોકાર્પણ થશે

ભાવનગર જિલ્લો અને આજુબાજુના જિલ્લાઓ અમરેલી, બોટાદની પણ વર્ષોથી માંગણી હતી કે ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખાતે અત્યાધુનિક કેન્સર હોસ્પિટલ બને અને આખરે એ સપનું સાકાર થયું છે.

BHAVNAGAR : અત્યાધુનિક કેન્સર હોસ્પિટલનું સપનું સાકાર થશે, સીએમના હસ્તે મંગળવારે લોકાર્પણ થશે
Bhavnagar : Cancer Hospital
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Jul 18, 2021 | 6:04 PM

BHAVNAGAR : ભાવનગર જિલ્લો અને આજુબાજુના જિલ્લાઓ અમરેલી, બોટાદની પણ વર્ષોથી માંગણી હતી કે ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખાતે અત્યાધુનિક કેન્સર હોસ્પિટલ બને અને આખરે એ સપનું સાકાર થયું છે.

ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખાતે એક અત્યાધુનિક આશરે 32 કરોડના ખર્ચે આધુનિક સાધનોથી સુસજ્જ કેન્સર હોસ્પિટલ તા.20 ને મંગળવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં થવાનું છે. કેન્સરની સારવાર માટે અમદાવાદ, વડોદરા જવું નહિ પડે પણ હવે ભાવનગર જ સારવાર મળશે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કેન્સર ઇન્સ્ટીયુટ દ્વારા જ આ હોસ્પિટલ ચલાવાશે, આથી લોકોની આરોગ્ય સેવામાં વધારો થશે.

ભાવનગર ખાતે લોકોને અદ્યતન સારવાર મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા કેન્સર હોસ્પિટલ તા.20 જુલાઈ મંગળવારે ના રોજ શરૂ થનાર છે. આ હોસ્પિટલ ગ્રાઉન્ડ સાથે 3 માળ ની હોસ્પિટલમાં 2150 ચો.મીટરનું બાંધકામ થયેલું છે .આ હોસ્પિટલ માં 72 બેડ હશે જેમાં એરકન્ડિશન વાળા સ્પેશિયલ રૂમમાં 12 બેડ હશે અને 60 બેડ જનરલ હશે, કેન્સર માટે કિમોથેરેપી તો અપાશે. પણ એ ઉપરાંત અદ્યતન રેડિયો થેરેપી સારવાર પણ ઉપલબ્ધ થનાર છે. એ માટે ત્રણ પ્રકારના અદ્યતન મશીનો ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

જેમાં સિટી સેમ્યુલેટર, લીનીયર એક્સલેટર, બ્રેકી થેરેપી, આમ કુલ મળી આશરે 25 કરોડના માત્ર સાધનો આ હોસ્પિટલને સરકાર તરફથી ઉપલબ્ધ થયા છે. અને બિલ્ડીંગ સહિત આશરે 32 કરોડના ખર્ચે આ કેન્સર હોસ્પિટલ શરૂ થવા જઈ રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જ એમના જ ડોકટરો સ્ટાફ દ્વારા સારવાર મળનાર છે. માટે જ હવે ભાવનગરમાં જ કેન્સરની સારવાર અમદાવાદના ડોકટરો દ્વારા મળનાર છે.

હવે અમદાવાદ જવું ત્યાં રહેવા જમવા અને અન્ય વ્યવસ્થામાં પણ ખરચો થતો હોય તે સારવાર ઘર આંગણે ભાવનગરની સર.ટી.હોસ્પિટલ ખાતે જ મળશે. આ હોસ્પિટલનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલના હાથે મંગળવાર તા.20ના રોજ સવારે થશે. આ હોસ્પિટલ ભાવનગર ખાતે શરૂ કરાવવા માટે ભાવનગરના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી વિભાવરીબેન દવે દ્વારા કરાયેલ પ્રયત્નોને સફળતા મળી છે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">