VIDEO : સંગીત માત્ર હાઇફાઈ રેસ્ટોરન્ટમાં જ નથી શોભતું , જુઓ આ ચા ની લારી પરથી છેડાયેલા સુર શું કહી રહ્યા છે…!

સોશિયલ મીડિયા (Social Media) પર ભાવનગરના ચા વાળાનો વીડિયો ધમાલ મચાવી રહ્યો છે. જેમાં તે જે રીતે મ્યુઝિક સાથે ચા પીરસી રહ્યો છે, તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

VIDEO : સંગીત માત્ર હાઇફાઈ રેસ્ટોરન્ટમાં જ નથી શોભતું , જુઓ આ ચા ની લારી પરથી છેડાયેલા સુર શું કહી રહ્યા છે...!
Tea vendor video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 1:37 PM

સોશિયલ મીડિયા પર દરરોજ કોઈનો કોઈ વીડિયો વાયરલ (Viral Video) થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ-પોટ થઈ જાય છે. જ્યારે કેટલાક વીડિયો જોઈને યુઝર્સ આશ્વર્ય ચકિત થઈ જતા હોય છે. તાજેતરમાં આવો જ એક ભાવનગરના ચા વાળાનો વીડિયો ઈન્ટરનેટ (Internet) પર વાયરલ થયો છે. ચા ચુસ્કી સાથે મ્યુઝિકની (Music) મોજ આપતા આ ચા વાળાને જોઈને તમને પણ નવાઈ લાગશે.

કળા એ કોઈની જાગીર નથી, કળા તો કુદરતની દેન છે. પરંતુ ક્યારેક કોઈ કલાકારને કોઈ સારું પ્લેટફોર્મ ના મળવાના કારણે તે આગળ વધી શકતો નથી. કંઈક આવી જ કહાની છે ઝારખંડનો (Jharkhand) એક યુવાનની જે ભાવનગરના સીમાડે આવેલ એક ચાની હોટલમાં કામ કરી રહ્યો છે અને સાથે સાથે પોતાની પ્રતિભાના કામણ પણ પાથરી રહ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જુઓ વીડિયો

વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

સંજયકુમારની આ કીટલીમાં સુમધુર સંગીતના તાલ સાથે ચા (Tea) પીરસાય છે. તપેલીમાં રહેલી ચા પણ સંગીતના તાલે અને સંજયકુમારના સુમધુર અવાજ સાથે તાલ મિલાવતી હોય તેમ લાગે છે. ચા ના શોખીનોને પણ આ મ્યુઝિક સાથેની અનોખી ચા ખૂબ પસંદ આવી રહી છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ (Users)  આ વીડિયો અકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">