Bhavnagar : તાઉ તે વાવાઝોડાએ તબાહી મચાવી, 3300થી વધુ વીજપોલ ધરાશાયી થયા

તાઉ તે (Tauktae) વાવઝોડાને પગલે ભાવનગર જિલ્લામાં મોટા પાયે નુકસાન થયું છે. ભાવનગર જિલ્લામાં 25 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 22, 2021 | 8:46 AM

Bhavnagar : તાઉતે (Tauktae) વાવાઝોડાથી અનેક જિલ્લાઓમાં સમસ્યા સર્જાય છે. તાઉ તે વાવાઝોડાએ ભાવનગર (Bhavnagar) જિલ્લામાં ભારે તબાહી સર્જી છે. 150 કિલોમીટર ઝડપથી ફૂંકાયેલા પવને અને અતિભારે વરસાદે ભાવનગર જિલ્લામાં તબાહી મચાવી દીધી છે.

તાઉ તે (Tauktae) વાવઝોડાને પગલે ભાવનગર જિલ્લામાં મોટા પાયે નુકસાન થયું છે. ભાવનગર જિલ્લામાં 25 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. 3300થી વધુ વીજપોલ ધરાશાયી થયા છે.

જોકે હાલમાં વિજપ્રવાહ ના હોવાને લીધે લોકોને પાણીની સમસ્યા ના થાય તે માટે તંત્ર દ્વારા ટેન્કરો અને જનરેટરોની વ્યવસ્થા કરવામાં આવી છે. વીજ પ્રવાહ શરૂ કરવા અન્ય જિલ્લાઓમાંથી 80 ટિમો હાલમાં કામે લાગી છે. 100થી વધારે સફાઈ કામદારો સુરતથી લાવવામાં આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 5253 મકાનો ધરાશાયી થવા પામેલ છે. વીજ સમસ્યા હલ કરવા દક્ષિણ ગુજરાતમાંથી 400 કર્મચારીઓ, એન્જીનિયરો PGVCLની મદદે આવી રહ્યા છે.

નોંધનીય છે કે, ભાવનગર જિલ્લામાં 300 કરોડથી વધારે ઓનીયન ઇન્સ્ટ્રીઝને નુકશાન થવા પામેલ છે. આ સિવાય મહુવામાં સૌથી વધારે નાળિયેરી જોવા મળે છે અને નાળિયેરનું ઉત્પાદન થાય છે, ત્યારે વાવાઝોડાના કારણે નાળીયેરીઓનો નિકંદન નીકળી જતા આ વ્યવસાય સાથે જોડાયેલા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">