ગુજરાતના(Gujarat)સુરતમાં નકલી નોટોનું મોટું રેક્ટ ઝડપાયા બાદ હવે ભાવનગર(Bhavnagar)એસઓજીએ 1.39 કરોડ રૂપિયાની ડુપ્લીકેટ નોટોનું(Duplicate)મોટું રેકેટ ઝડપી પાડ્યુ છે. જેમાં ઝડપથી કરોડપતિ બનવા માટે પાંચ વ્યક્તિઓએ 2000ના દરની નકલી નોટો પ્રિન્ટિંગ મશીનમાં છાપી ડુપ્લીકેટ નોટોનું કૌભાંડ ચલાવી રહ્યા હતા. શહેરના ભરતનગર વિસ્તારના ગાયત્રીનગરમાં ભાડાના મકાનમાં નકલી નોટનો કારોબાર ચાલી રહ્યો હતો.એસઓજી પોલીસે બાતમીના આધારે રેડ પાડી નકલી નોટોનો પર્દાફાશ કર્યો છે.
જેમાં નકલી નોટોના કારોબાર માટે ભાવનગર એપી સેન્ટર બની ગયું હોય તેવુ લાગી રહ્યુ છે..ભાવનગર શહેરમાં ફરી એક વખત ડુપ્લીકેટ નોટોનો કાળો કારોબાર ઝડપાયો છે. એસઓજી પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. જેમાં પોલીસે બાતમીના આધારે 1.39 કરોડની 2000ની નોટો, કલર પ્રિન્ટર, ઝેરોક્ષ કમ સ્કેનર મશીન તેમજ રોકડ રૂપિયાના મુદ્દામાલ સાથે એસઓજી પોલીસે પાંચ આરોપીને દબોચી લીધા હતા. આ તપાસ દરમિયાન અન્ય ત્રણ જણાના નામ પણ ખુલ્યા છે. જેને પોલીસે પકડવાની તજવીજ હાથ ધરી છે. જોકે પકડાયેલા આરોપી ભૂતકાળમાં પણ નકલી નોટો છાપીને માર્કેટમાં ચલાવી રહ્યા હતા. જેમાં પોલીસે ગુના હેઠળ (1) હિરેન સિયાતર (2) હાર્દિક વાઘેલા (3) પંકજ સોનરાજ (4) અયુબ બિલખીયા (5) મેરારાજ લોઢાને એસઓજી પોલીસે ઝડપી પાડેલ છે.
ભાવનગરમાં સૌથી મોટું નકલી નોટોનું નેટવર્ક હાથ લાગ્યુ છે.. જેમાં વધુ તપાસ માટે એસઆઇટીની રચના પણ કરવામાં આવી છે, જે આગળની તપાસ ચલાવશે જોકે અન્ય ત્રણ આરોપી સુરેશ આડેસરા, જાવેદ શરમાળી, મોહમ્મદ રફી કુરેશીને પકડી પાડવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.નકલી નોટના કૌભાંડમાં અન્ય લોકોના નામ પણ ખૂલે તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે. ફરાર ત્રણ આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે..દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડનાર પાંચ આરોપી વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ ચલાવી રહી છે..