Bhavnagar: અલંગના શિપબ્રેકિંગમાં જહાજની આવકમાં ઘટાડો

ભાવનગર (Bhavnagar) જિલ્લામાં સતત તડકા-છાંયડાનો સામનો કરી રહેલા અલંગના શિપબ્રેકિંગ વ્યવસાયને પડોશી દેશોની હરિફાઈનો ખરાબ રીતે સામનો કરવો પડી રહ્યો છે.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 07, 2021 | 5:57 PM

ભાવનગર (Bhavnagar) જિલ્લામાં સતત તડકા-છાંયડાનો સામનો કરી રહેલા અલંગના શિપબ્રેકિંગ વ્યવસાયને પડોશી દેશોની હરિફાઈનો ખરાબ રીતે સામનો કરવો પડી રહ્યો છે. તેના કારણે ફેબ્રુઆરી-2021માં માત્ર 12 જહાજ અલંગમાં ભંગાણાર્થે આવ્યા છે. સામાન્ય રીતે નાણાકીય વર્ષના અંત ભાગમાં જહાજોની ખરીદીમાં ખાસ્સો રસ દાખવતા શિપબ્રેકરોએ આંતરરાષ્ટ્રીય કપરી હરિફાઈને કારણે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે.

 

 

સરેરાશ 25 જહાજો પ્રતિ માસ અલંગની અંતિમ સફર ખેડે છે, તેની સરખામણીએ ફેબ્રુઆરી-2021માં માત્ર 12 જહાજો અલંગનો દરિયાકાંઠો જોવા માટે સફળ થયા છે. જો કે ઓક્ટોબર-2020થી સ્થાનિક બજારોમાં સ્ક્રેપની કિંમતોમાં આવેલા વધારા અને આ ભાવ ટકી રહેતા શિપબ્રેકરોને જહાજો લાવવા માટે બળ મળ્યુ હતુ. વર્ષ 2020-21માં અત્યાર સુધીમાં 181 જહાજો અલંગમાં આવી ચૂક્યા છે.

 

આ પણ વાંચો: Ahmedabadનાં બોપલમાં બિલ્ડરોની ખાસ કળા, આખુ સ્મશાન જ ગાયબ, લોકોની લડત સામે નેતાઓ ચૂપચાપ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">